Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

વિસાવદરના લેરીયામાં હુમલામાં ભાજપના ૨ કાર્યકરોની ઓળખનો દાવો

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧ : લેરીયા ગામે થયેલા હુમલા બાદ ફરિયાદ ટલ્લે ચડતા 'આપ'ના નેતાઓ અને કાર્યકરોએ વિસાવદર પોલીસ મથકમાં સુઇને રાત વિતાવી હતી.

આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ મોડી રાત્રે મિડીયા સાથેની વાતચીતમાં જણાવેલ કે, હુમલાને લઇ ગુજરાતભરમાંથી પાર્ટીના નેતાઓ - કાર્યકરો વિસાવદર ખાતે પહોંચ્યા છે અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ગુલાબસિંહ અને મનોજ સોરઠીયા સહિતનાઓએ ન્યાયની માંગણી સાથે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે સૂઇને રાત વિતાવવાની ફરજ પડી હતી.

તેઓએ વધુમાં જણાવેલ કે, ગુજરાતને બિહાર બનતું અટકાવવા માટે અમે અમારા જીવની કુરબાની આપતા અચકાશું નહિ.

હુમલા બાદ ફરિયાદ અને ન્યાય મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિસાવદર આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આપના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ મથકમાં પડાવ કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. જોકે મોડી રાત્રે 'આપ'ની ફરિયાદ લેવામાં આવતા મામલો થાળે પડયો હતો. 

દરમિયાન હુમલાના બનાવમાં ભાજપના બે કાર્યકરોની ઓળખ થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

(12:48 pm IST)