Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

જુનાગઢ કોલેજમાં અભ્યાસ કરતી મુંદ્રાના જરપરાની રિધ્ધીનો આપઘાત

પાંચ દિવસથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતીઃ કારણ અકળ

રાજકોટ તા. ૧: જુનાગઢ હોસ્ટેલમાં રહી કોલેજમાં અભ્યાસ કરતી મુંદ્રા પંથકની યુવતિએ જુનાગઢ ભવનાથમાં ઝેરી દવા પી લેતાં પાંચ દિવસથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મુંદ્રાના જરપરા ગામની વતની રિધ્ધી ખીમજીભાઇ તાપરીયા (ઉ.વ.૨૨) નામની યુવતિ જુનાગઢ રહી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ત્યાં તેણીએ ૨૫મીએ ઝેરી દવા પી લેતાં ત્યાંની હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહિ રાત્રીના દમ તોડી દેતાં હોસ્પિટલ મારફત એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં જરૂરી કાર્યવાહી કરી કાગળો જુનાગઢ મોકલાયા છે.

આપઘાત કરનાર રિધ્ધી ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના પિતા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. રિધ્ધીએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો કંઇ જાણતાં ન હોઇ જુનાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:45 pm IST)