Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કલ્યાણપુરના મેઘપર ટીટોડીમાં પિતા પુત્ર પર છ શખ્સોનો હુમલો

વાડીમાંથી ફુવારા પુછયાં વગર કેમ લઈ ગયા ? બાબતે માથાકુટ

ખંભાળિયા, તા.૧: કલ્યાણપુરના મેદ્યપર ટીટોડીમાં પિતા પુત્રને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં છ શખસો સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.

ફરીયાદમાં મેઘપર ટીટોડી ગામે રહેતાં કેશુરભાઈ નથુભાઈ ડાંગર (ઉ.વ.૫૦)નામના આઘેડે જણાવ્યું છે કે, અમારી વાડીની બાજુમાં વજશી કાનાભાઈ છુછરની વાડી આવેલી છે ત્યાંથી હું તેમને પુછયાં વગર બે ફુવારા લઈ આવ્યો હતો જેનો ખાર રાખી વજશી છુછર, દેવાત જગા છુછર , અરશી રામા છુછર, કાના દેવા છુછર, હેભા કાના છુછર બધાએ સાથે મળી મને તથા મારા દિકરા આડેધડ ધોકા વડે મારમારી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આઘેડની ફરીયાદ પરથી કલ્યાણપુર પોલીસે છ શખસો સામે ગુનો નોધી શોધખોળ હાથ ધરી છે.

ખીરસરામાં ભત્રીજાના ઝગડામાં વચ્ચે પડતા કાકાને માર પડયો

કલ્યાણપુરના ખીરસરા ગામે રહેતા મનસુખભા ઈજેઠાભાઈ પીપરોતરએ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરી યાદમાં જીવા ગોગન નનેરા, જયસુખ ગોગન નનેરાના નામ આપ્યા છે તેમણે કરેલી પોલીસ ફરીયાદમાં જણાવ્યુ છે કે, જીવા નનેરા મારા ભત્રીજા સાથે ખાણ ખનીજનું શું કામ કરે છે ? કહી ઝગડો કરતા હોય આથી હુ વચ્ચે પડતાં બંન્નેએ મારમારી ઈજા પહોચાડી હતી કલ્યાણપુર પોલીસે ફરીયાદ નોધી તપાસ હાથ ધરી છે.

ઓખામાં જાહેરમાં જુગાર રમતાં ત્રણ ઝડપાયા

ઓખાના આર .કે બંદરમાં કેટલાક શખસો કુંડાળું વળી જુગાર રમતાં હોવાની બાતમીના આધારે મરીન પોલીસના સ્યફે દરોડો પાડતાં જુગાર ૨મી રહેલા આદમ સુલેમાન સંધાર, હિરોજ ઈબ્રાહહિમ સંધાર, તાલબ કાદર જાડેજાને ઝડપી લઈ તેમની પાસેથી ૩૯, ૪૫૦ની મતા કબ્જે કરી ગુનો નોધી ક્રર્યવાહી કરી છે.

ખંભાળિયામાં ત્રણ સટોડીયા ઝડપાયા

ખંભાળિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે સમયે ચોકકસ બાતમી મળેલ હોય કે નગરગેઈટ ચોકમાં ઉભેલા ત્રણેય શખસો ડ્રિકેટ મેચ પર પૈસાનો જુગાર રમી રહયાં છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં સબીર જુનુશ કેર, રાજ દિલીપ મોદી, રફીક આદમ પરીયાણીને પકડી પાડી તેમની પાસેથી ડ્રિકટ મેચના રનફેરની ચિઠ્ઠીઓ, રાકડ તથા મોબાઈલ નંગ ૩ મળી કુલ રૂમ.૨૧,૫૨૦ની મતા કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:45 pm IST)