Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

૪૭૩ ના ટેસ્ટીંગ થયા

દ્વારકા જિલ્લામાં નવા ચાર સામે પાંચ ડિસ્ચાર્જ થયા

ખંભાળીયા તા.૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે કોરોના મહામારીમાં સતત ઘટાડા સાથે ગઇકાલે માત્ર ૪ જ કેસ પોઝીટીવના નોંધાયા હતા. જેમાં ખંભાળિયામાં શુન્ય તથા દ્વારકામાં બે તથા ભાણવડ અને કલ્યાણપુરમાં એક એક કેસ નોંધાયા હતા. જયારે કુલ પાંચ દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા જેમાં દ્વારકાના ત્રણ તથા ખંભાળિયા અને કલ્યાણપુરમાં એક એક મળીને પાંચ ડિસ્ચાર્જ થયા હતા તથા જિલ્લામાં ૪૭૩ વ્યકિતઓનો ટેસ્ટીંગ કરાયો હતો.

(12:44 pm IST)