Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કેશોદમાં વાલ્મિીકી સમાજના સફાઇ કામદારોનું સમુહભોજન

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ : આઝાદ કલબ કેશોદ પરિવાર તરફથી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ ઋષિ વાલ્મિકી સમાજ ના સફાઈ કામદારો જે કેશોદ નગરપાલિકા ખાતે ફરજ બજાવેછે તેમને તથા તેમના પરિવારજનોનો સમુહ ભોજન સમારંભનું આયોજન કરવા માં આવેલ હતુ. જુદાજુદા દાતા ઓના સહયોગથી આયોજન કરવામાં આવેલ હતુ. સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ વિઠ્ઠલાણી આઝાદ કલબના ટ્રસ્ટી શ્રીઓ ડો.કાનાબાર, હદવાની, ડો.પ્રેમાંગભાઈ ધનેશા સોલંકી  મોબાઈલ એશો.પ્રમુખ રાજુભાઈ બોદર જલારામ મંદિર રમેશભાઈ તથા વિશ્વ હિન્દુ પરિષદ ના મેહુલભાઈ, નિખિલભાઈ, રાકેશભાઈ તથા કેશોદ નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહી સેવા આપેલ હતી.

(12:43 pm IST)