Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ગીર-સોમનાથ જીલ્લા કલેકટર તરીકે ગોહિલે ચાર્જ સંભાળ્યો

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ તા.૧ : ગીર સોમનાથ જીલ્લાના નવનિયુકત જીલ્લા કલેકટર આર.જી.ગોહિલે ચાર્જ સંભાળ્યો. તા.ર ડીસેમ્બર ૧૯૬૪ના રોજ ભાવનગર ખાતે જન્મેલા તેઓ વર્ષ ૨૦૦૭ના આઇએએસ નોમીનેટેડ અને બીકોમ સુધી અભ્યાસ બાદ વર્ષ ૧૯૯૦માં સુરેન્દ્રનગર ખાતે નાયબ કલેકટર તરીકે અને ૨૦૧૧માં આણંદ નિવાસી નાયબ કલેકટર ત્યારબાદ ગાંધીનગર શહેરી વિકાસ વિભાગ અને ફરી આણંદ નાયબ કલેકટર, નવસારી અને મહિસાગર જીલ્લા વિકાસ અધિકારી રાજકોટ સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર તથા તત્કાલીક યુવા સાંસ્કૃતિક પ્રધાન આઇ.કે.જાડેજાના અંગત સચિવ તેઓ રહી ચુકયા છે.

તેઓએ આણંદ જીલ્લા કલેકટર પદેથી ગીર સોમનાથ જિલ્લામાં નિમણુંક મળતા નવનિયુકત તેઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો છે.

(11:57 am IST)