Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ગારીયાધારના નાની વાવડી વિરડી રોડ પર તળાવમાં તરૂણ ડૂબી ગયો

ગારીયાધાર,તા. ૧: ખત્રીની કુઈ ભરવાડ શેરીમાં રહેતો તરુણ ચિરાગ ભોળાભાઈ ટોટા ઉ.વ.૧૩ માલઢોર ચરાવવા જતાં તળાવમાં પગ લપસી જતાં તળાવમાં બાળકનો ઉંડો ગરકાવ થતાં મહામહેનતે લાશને બહાર કાઢવામાં આવી હતી મામલતદાર સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ ફાયર ફાયટર ઘટનાં સ્થળે નાનીવાવડી વિરડી રોડ પર આવેલ ૬૬ કે.વી.ની પાછળનાં ભાગમાં આવેલ તળાવ ખાતે પહોંચ્યા હતા.કલાકો સુધી તળાવમાં શોધખોળ કરતાં બાળકની લાશ ન મળતાં તળાવનો ભાગ જી.સી.બી.દ્ઘારા તોડી પાણી બહાર કાઢવામા આવ્યુ હતુ ત્યાર બાદ રાત્રિનાં ૧૧ કલાકે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો તંત્ર દ્ઘારા બાળકનાં મૃતદેહ ને ગારીયાધાર આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પી.એમ.કરવામાં આવ્યુ હતુ આમ ગારીયાધાર નો તરુણ ઢોરચરાવવા જતાં તળાવમાં પગ લપસી જતા ઉંડા પાણીમાં ગરકાવ થતાં ડુબી જતાં મોત થયુ હતુ.

(11:56 am IST)