Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

રૂ. ૧૦ લાખનો ચેક રિટર્ન થતાં ગોંડલના શ્રી કેટરર્સના વેપારી સામે કોર્ટમાં ફરિયાદ

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ તા. ૧ :.. ગોંડલના રહેવાસી બલરાજસિંહ નાનભા જાડેજાએ ગોંડલના શ્રી કેટરર્સનો ધંધો ચલાવતા અશોક છગનભાઇ પટેલ રહે. ભોજરાજપરા ગોંડલ વિરૂધ્ધ ૧૦ લાખના ચેક રિટર્નની ફરીયાદ દાખલ કરતા ગોંડલના ચીફ જયુડીશયલ મેજી. આરોપી વિરૂધ્ધ સમન્સ નો હુકમ કરેલ છે.

બનાવની ટ્રક હકિકત એવી છે કે ગોંડલના બલરાજસિંહ નાનભા જાડેજા પાસેથી મિત્રતાના દાવે શ્રી કેટરર્સના વેપારી અશોકભાઇ છગનભાઇ પટેલે ધંધો ચાલવા માટે રૂપિયા ૧૦ લાખ હાથ ઉછીના માગેલ હતા જે રકમ એક વરસમાં ચૂકવી આપવાનું બંને વચ્ચે નકકી થયેલ હતું.

આ કામે આરોપી અશોકભાઇ છગનભાઇ પટેલે ફરીયાદીની કાયદેસર લેણી નીકળતી રકમ ચૂકવવા માટે રૂપિયા ૧૦ લાખનો એક ચેક આપેલ અને ચેક બેન્કમાં જમા કરાવતા જ કિલયર થઇ જશે અને ફરીયાદીને તેની લેણી રકમ પરત મળી જશે તેવું પાકું વચન અને વિશ્વાસ આપેલ પરંતુ ચેક બેન્કમાં કલીયરીંગમાં ફરીયાદી દ્વારા નાખવામાં આવતા આ ચેક વગર ચુકવણે અપૂરતા ભંડોળને કારણે પરત ફરેલ જેથી ફરીયાદીએ આ અંગે તેમના વકીલ શ્રી વિજયરાજસિંહ એસ. જાડેજા મારફત આરોપીને લીગલ નોટીસ પાઠવેલ. નોટીસનો સમય ગાળો પૂર્ણ થયા બાદ પણ આરોપીએ ફરીયાદીની કાયદેસરની લેણી રકમ ન ચૂકવતા આખરે ફરીયાદીએ તેમના વકીલ શ્રી વિજયરાજસિંહ એસ. જાડેજા મારફત કોર્ટમાં ચેક રિટર્ન અંગેની ફરીયાદ દાખલ કરતાં મેજીસ્ટ્રેટે આરોપીને કોર્ટમાં હાજર રહેવા ફરમાન જારી કરેલ છે.

આ કામે ફરીયાદી વતી તેમના વકીલ શ્રી વિજયરાજસિંહ એસ. જાડેજા રોકાયેલા હતાં.

(11:56 am IST)