Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ભાડે આપેલા જેસીબી કાશ્મીરમાં વેચી દેવાયા : આરોપી ઝડપાયો : ૧૪ જેસીબી ૨ હિટાચિ મશીન ભાડે આપ્યા હતા

હળવદ પોલીસે ૫ જેસીબી અને ૧ હિટાચિ સહિત ૧.૪૦ કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧:  હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા બેચરભાઈ વેલાભાઇ મુંધવા અને તેમના સગા સબંધી પાસે થી ૧૪ જેસીબી અને ૨ હિટાચી મશીન વધુ ભાડુ આપવાની લાલચ આપી ત્રણ શખ્સો સ્ટેમ્પ ઉપર નોટરી લખાણ કરી લઈ ગયા હતા જોકે ત્રણ-ચાર મહિના ભાડુ ચૂકવ્યા બાદ આરોપીઓનો કોઈ જ પત્ત્।ો ન મળતા છેતરપિંડી કરી હોવાનું સામે આવતા બેચરભાઈએ હળવદ પોલીસ મથકમાં ગત માર્ચ માસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસની તપાસમાં ભાડે આપેલા જેસીબી અને હિટાચિ મસીન જમ્મુ-કાશ્મીરમાં વેચી દીધા હોવાનું ખુલ્યું હતું જેથી હળવદ પોલીસ સ્ટાફ જમ્મુ કાશ્મીરથી હાલ પ જેસીબી અને ૧ હિટાચી મશીન ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઇ આવી છે જયારે અન્ય ૧ હિટાચી મશીન ઝડપી લઇ તેને હળવદ લાવવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ હજુ ૯ જેસીબી ઝડપવાના બાકી હોય તેથી તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

હળવદ પોલીસ દ્વારા આ છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી મોહમ્મદ ઈલ્યાસ મહેબુબભાઇ સેખ રહે.શાહપુર અમદાવાદને મુંબઈથી ઝડપી લેવાયો છે જયારે અન્ય બે આરોપી રવિ રતન સિંહ સોલંકી અને સોયબને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

હાલ પોલીસ દ્વારા એ દિશામાં પણ તપાસ કરાઈ રહી છે કે આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરી હજુ કેટલાક વાહનોને અન્ય રાજયોમાં વહેંચી દેવામાં આવ્યા છે.?આ કામગીરીમાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ હળવદ પી.આઈ પી.એ દેકાવાડીયા,પીએસઆઇ પી.જી પનારા,કિસોરભાઈ પારધી, લલિતભાઈ પરમાર,સુખદેવભાઈ પરમાર સહિતના રોકાયા હતા.

(11:55 am IST)