Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત સ્કુલોનું ગૌરવ

કાલાવડ તા. ૧: શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી બી. બી. એન્ડ પી. બી. હીરપરા કન્યા વિદ્યાલય તથા કાલાવડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તથા શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય તથા શ્રી અકબરી કન્યા છાત્રાલયએ કાલાવડનું ગૌરવ વધાર્યું છે.

માર્ચ ર૦ર૧ નું ધોરણ-૧૦નું ગુજરાત માધ્ય. અને ઉચ્ચ. માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા જાહેર થયેલ પરિણામમાં હીરપરા કન્યા વિદ્યાલય-કાલાવડની એ૧ ગ્રેડ ૭ વિદ્યાર્થીનીઓએ મેળવ્યો છે.

પ્રથમ-ભંડેરી જાનવી રજનીકાંતભાઇ-૯૯.રર પીઆર, ગ્રેડ-એ૧, બીજો-વેકરીયા અર્પિતા રમેશભાઇ-૯૮.૮૬ પીઆર, ગ્રેડ-એ૧, ત્રીજો-દુધાગરા કૃષા મનસુખભાઇ-૯૮.૭૪ પીઆર, ગ્રેડ-એ૧, ચોથો-હીરપરા વેદાંશી દિવ્યેશભાઇ-૯૮.ર૮ પીઆર, ગ્રેડ-એ૧, પાંચમો-આણદાણી યશ્વી પરેશભાઇ-૯૮.૯૮ પીઆર, ગ્રેડ-એ૧, છઠ્ઠો-વેકરીયા કૃષાલી રાજેન્દ્રભાઇ-૯૭.૯૯ પીઆર, ગ્રેડ-એ૧

ઉપરોકત વિદ્યાર્થીની બહેનોએ પરિણામમાં સિદ્ધિ મેળવી તથા વિજ્ઞાન મેળામાં પણ આ વર્ષે રાજય કક્ષાએ સ્કુલની કૃતિ ઓનલાઇન સિલેકશન થયેલ હોય શૈક્ષણિક સંકુલની સિદ્ધિઓથી સંકુલનું તથા દાતાશ્રીઓનું તથા સર્વે ટ્રસ્ટીશ્રીઓનું તથા સમાજનું તથા આચાર્યાશ્રી તથા સર્વે સ્ટાફનું ગૌરવ વધારેલ છે.

ગ્રેડ સંખ્યા   ગ્રેડ   સંખ્યા

A1 - 7        A2 - 16

B1 - 44      B2 - 56

C1 - 68      C2 - 57

D -  5

(11:49 am IST)