Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

પાટડી આવતો બે લાખનો દારૂ ઝડપાયો

ફુલકી રોડ ઉપર કારમાં થતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

વઢવાણ, તા., ૧: પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી-જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ-અલગ ટીમો બનાવો પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય. જે અન્વયે સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ તથા સ્ટેટ હાઇવે રોડે ખાસ પેટ્રોલીંગ હાથ ધરી. ફોરવ્હીલ કારમાં તથા અમુક મોટા વાહનોમાં કવરીંગ સાથે વિદેશી દારૂની સૌરાષ્ટ્રભરમાં હેરાફેરી થતી હોય તે અંગે હકીકત મેળવી સફળ કેસો શોધી કાઢવા સુચના માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા પાટડી પો.સ્ટે. વિસ્તારમાં  પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ અને હકીકત મેળવેલ કે આરોપી વિષ્ણુજી સોમાજી ઠાકોર રહે. સીતાપુર, તા. માંડલ, જી.અમદાવાદ વાળો હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઇટેન નં. જી.જે. ૩૮-બીએ-રપપ૦ તથા આરોપી જમનાભાઇ મારવાડી રહે. રાણીવાડા જી.જાલોર રાજસ્થાન વાળો હ્યુન્ડાઇ ક્રેટા નં જીજે ૧૮ બીકે પ૯૩પ વાળીમાં અન્ય રાજયમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરી ફુલકીથી પાટડી તરફ આવનાર છે.

જેથી એલસીબી ટીમ દ્વારા પાટડીના રણાસર તળાવ ત્રણ રસ્તા ખાતે વોચ તપાસ ગોઠવી. બાતમી હકીકત વાળા વાહનો આવતા જરૂરી આડશ સાથે વાહનો રોકાવતા હ્યુન્ડાઇ બીએ-રપપ૦ વાળીમાં દારૂની ૧૮૦ મીલીની બોટલો નંગ-૬૬૯ કિ. રૂ. ૬૬,૯૦૦ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ તેમજ ગાડી નં. જીજે૧૮ બીકે પ૯૩પ વાળીમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦ મીલી તથા ૭૫૦ મીલીની બોટલો નંગ ૬૦૬ કિ. રૂ. ૧,૦પ,૦૦૦ તથા બીયર ટીન નંગ-૧૪૪ કિ. રૂ. ૧૪,૪૦૦ મળી કુલ કિ. રૂ. ૧,૧૯,૪૦૦નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન નાસી જતા વિદેશી દારૂ-બીયર કિ. રૂ. ૧,૮૬,૩૦૦ તથા હ્યુન્ડાઇ આઇટેન કાર કિ. રૂ. પ,૦૦,૦૦૦ તથા હ્યુન્ડાઇ ક્રેટા કાર કિ. રૂ. ૧૦,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન-૧ કી. રૂ. પ૦૦૦ મળી કુલ રૂ.૧૬,૯૧,૩૦૦ ના મુદામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી વિષ્ણુજી ઠાકોરની પુછપરછ કરતા સદર વિદેશી દારૂનો જથ્થો પોતે તથા રાકેશભાઇ દશરથભાઇ ઠાકોર રહે. પાટડી વાળાએ આરોપી જમનાભાઇ મારવાડી રહે. રાણીવાડા વાળા પાસેથી મંગાવેલ હોવાની કબુલાત આપતા, ઉપરોકત ત્રણેય તથા તપાસમાં ખુલે તે ઇસમો સામે પ્રોહી. ધારા મુજબ પાટડી પો.સ્ટે.ખાતે ગુનો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલસીબી ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ તથા એ.એસ.આઇ ઋતુરાજસિંહ નારસંગભા તથા જુવાનસિંહ મનુભા તથા પો.હેડ કોન્સ. હિતેષભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અશ્વીનભાઇ ઠારણભાઇએ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(11:48 am IST)