Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં મુકેશ રાઠોડ પર હુમલો

ગોંડલના મોટા દડવાના યુવાનને રાજકોટ ખસેડાયોઃ ગામનો જ નયન બે દિ'થી ડખ્ખા કરતો હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧: ગોંડલના મોટા દડવા ગામે રહી ખેત મજુરી કરી ગુજરાન ચલાવતાં મુકેશભાઇ મનુભાઇ રાઠોડ (ઉ.વ.૩૫)ને રાતે દસેક વાગ્યે ગામના જ નયન કેશુભાઇ મકવાણાએ ગાળો દઇ પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ આટકોટ પોલીસને જાણ કરી હતી. મુકેશભાઇના સગાના કહેવા મુજબ નયન છેલ્લા બે દિવસથી અમારા ઘર પાસે આવી ગાળાગાળી કરતો હતો. તેને સતત સમજાવવા છતાં ગત રાતે ફરીથી આવ્યો હતો અને ડખ્ખા કરતો હોઇ ઘરે જવાનું કહેવા જતાં મુકેશભાઇ પર હુમલો કરી ભાગી ગયો હતો.

(11:47 am IST)