Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

વિસાવદર પોલિસ સ્ટેશનના પટાંગણમાં આપના કાર્યકરો જમીન પર સુતા રહ્યા : ગાડીઓના થપ્પા

મોડી રાત્રે ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આપ કાર્યકરોની મુલાકાત લીધી : જિલ્લા પોલીસવડા પણ દોડી ગયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧ : વિસાવદર પોલિસ સ્ટેશનના પટાંગણમાં આખી રાત સેંકડો આપ-કાર્યકરોના ધરણાં ચાલુ રહ્યા હતા અને જમીન પર સુતા રહ્યા હતા.

સેંકડો આપ-કાર્યકરોની જયાં સુધી એફઆઈઆર ન નોંધવામાં આવે ત્યાં સુધી વિસાવદર ભણી દોટ અવિરત ચાલુ છે.પોલીસ સ્ટેશન આસપાસના વિસ્તારમાં જયાં નજર નાખો ત્યાં 'આપ'ની ટોપીવાળા કાર્યકરો જ દેખાય છે.મોટરકારોના પણ થપ્પા લાગ્યાં છે.ગઈકાલે મોડી રાત્રે સ્થાનિક ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાએ પણ ધરણાં પર બેઠેલા આપ કાર્યકરોની મુલાકાત લીધી હતી. જયાં સુધી એફઆઈઆર ન નોંધવામાં આવે ત્યાં સુધી વિસાવદર પોલીસ સ્ટેશન બહાર આપના ધરણા ચાલુ રહેશે. રાત્રી દરમિયાન સેંકડો કાર્યકર્તાઓ અને પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ તથા ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, મનોજભાઈ સોરઠીયા દ્વારા ધરણા ચાલુ રહ્યા હતા.

ગઈકાલે રાત્રે જિલ્લા પોલીસ વડા પણ વિસાવદર આવ્યા હતા અને ફરિયાદ નોંધવા અંગેનુ ગુંચવાયેલ કોકડું ઉકેલવા પ્રયાસો કરાયા હતા.

(11:21 am IST)