Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

વિસાવદરના લેરિયા ગામમાં થયેલો હુમલો ભાજપના ગુંડાઓએ કરાવ્યો : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આપની ધમાકેદાર એન્ટ્રી અને વધી રહેલા જનાધારના કારણે ભાજપ ડરી ગઈ : ઇસુદાનભાઈ ગઢવી, મહેશભાઈ સવાણી અને પ્રવીણભાઈ રામના પ્રહારો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ : જુનાગઢવિસાવદરના લેરિયા ગામે આમ આદમી પાર્ટીના કાફલા ઉપર હુમલોથતા ખળભળાટ મચી ગયો છે. ઇસુદાનભાઈ ગઢવી, મહેશભાઈ સવાણી અને પ્રવીણભાઈ રામ ઉપર જાનલેવા હુમલો થયો હતો. ઇસુદાનભાઈ અને મહેશભાઈ સવાણી ના ગાડીના કાચ તોડ્યા હતા. જેમાંઇસુદાનભાઈ, મહેશભાઈ સવાણી અને પ્રવીણભાઈ રામનો આબાદ બચાવ થયો હતો. આપના એક કાર્યકર્તા ગંભીર રીતે ધાયલ થતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે. વિસાવદર પાસે 'આપ'ના ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ, ઉદ્યોગપતિ મહેશ સવાણીના કાફલા ઉપર હુમલામા મોટરના કાચનો ભુક્કો બોલી ગયો હતો. ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.અજાણ્યા શખ્શો સામે ફરિયાદ કરવામાં આવી છે. ઇસુદાનભાઈ ગઢવી, મહેશભાઈ સવાણી અને પ્રવીણભાઈ રામ સહિતના એવિસાવદરના લેરિયા ગામમાં થયેલો હુમલો ભાજપના ગુંડાઓએ કરાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આપની ધમાકેદાર એન્ટ્રી અને વધી રહેલા જનાધારના કારણે ભાજપ ડરી ગઈ હોવાનો દાવો કરાયો છે.

(11:20 am IST)