Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

જયેશ રાદડિયાને બીરદાવતા ડીરેકટર અરવિંદ તાળા

જિલ્લા બેંકની નવી યોજનાઓ ખેડૂતો, મંડળીઓ વગેરે માટે આશિર્વાદરૂપ

રાજકોટ તા. ૩૦ : જિલ્લા સહકારી બેંક દ્વારા જાહેર કરાયેલ નવી યોજનાઓ ખેડૂતો, સરકારી મંડળી, શેર સભાસદો, વિદ્યાર્થીઓ વગેરે માટે આશિર્વાદરૂપ હોવાનું બેંકના ડીરેકટર અરવિંદ તાળાએ જણાવી પોતે સંચાલક મંડળનો હિસ્સો હોવાનું ગૌરવ વ્યકત કર્યું છે. તેમણે બેંકના સફળ સંચાલન બદલ ચેરમેન જયેશ રાદડિયા, તેમના સાથીદારો તેમજ બેંક પરિવારને અભિનંદન પાઠવ્યા છે.

અરવિંદ તાળાએ જણાવેલ છે કે સભાસદોને ડીવીડન્ડ મેડીકલ સારવાર માટે ૫ લાખ સુધીની ઓછા વ્યાજની લોન, મધ્યમ મુદ્દત ધીરાણમાં ૧ ટકો વ્યાજ, ગ્રામ્ય લક્ષ્મી ધીરાણની મર્યાદા ૧૦ લાખ, ઉચ્ચ અભ્યાસ માટે ૨૫ લાખ સુધીની લોન, ૩૦ લાખ સુધીની બેંક ગેરંટી યોજના વગેરે આવકાર્ય છે. બેંક પાસે ગઇ તા. ૩૧ માર્ચની સ્થિતિએ ૧૦૨ કરોડનું શેર ભંડોળ અને ૬૦૬ કરોડ રીઝર્વ ફંડ છે. ૬૬૫૯ કરોડની થાપણો છે. બેંકની ૧૯૯ શાખાઓ કાર્યરત છે. અન્ય સહકારી બેંકો માટે રાજકોટ જિલ્લા સહકારી બેંકની પ્રગતિ નમૂનારૂપ છે.

(10:19 am IST)