Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ટંકારા તાલુકાના મીતાણા ગામ નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

ટંકારા તાલુકાના મીતાણા ગામ નજીક એક અજાણ્યા પુરુષનું કોઈ કારણોસર મોત થયું હોય જે મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે
મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા ગામની સીમમાં બહુચરાજી માતાજી મંદિર પાસેથી એક અજાણ્યો પુરુષ અંદાજે ૨૫ વર્ષનો મૃતદેહ મળી આવ્યો હતો જે અજાણ્યા પુરુષના જમણા હાથમાં દિલમાં p ત્રાજવાથી ત્રોફાવેલ છે જેનું કોઈ કારણોસર મોત થયું હોય જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે અને મૃતકના વાલીવારસની પોલીસે શોધખોળ હાથ ધરી છે

(9:51 pm IST)