Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જામનગરમાં કોરોના વિસ્ફોટ ; મોડીરાત્રે વધુ 7 કેસ પોઝીટીવ :એક જ દિવસમાં શહેરમાં 14 અને જિલ્લામાં 3 મળીને કુલ17 કેસ નોંધાયા

જડેશ્વર પાર્કના વૃદ્ધ, રતનબાઈ મસ્જિદ પાસે રહેતા મહિલા,કનખરા સમાજ બાજુમાં રહેતા પુરુષ,લાલપુરના નવી વેરાવળમાં વૃદ્ધ,વોરા ફળી મસ્જિદ સામે રહેતા મહિલા તેમજ મોહનનગર અને કિશાન ચોકમાં રહેતા યુવાનને કોરોના વળગ્યો

 

જામનગર ; જામનગરમાં કોરોના વિસ્ફોટ થયો છે આજે મોડીરાત્રે વધુ 7 કેસ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે એક દિવસમાં જિલ્લામાં 17 કેસ પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે આજે મધરાત્રે વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા આજે 14 શહેરના અને 3 જિલ્લાના એમ કુલ કેસ 17 નોંધાયા છે

 મોડીરાત્રે નોંધાયેલ કેસમાં 60 વર્ષીય પુરુષ જડેશ્વર પાર્ક જામનગર, 46 વર્ષીય મહિલા રતનબાઇ મસ્જિદ પાસે જામનગર, 45 વર્ષીય પુરુષ કનખરા સમાજ ની બાજુમાં જામનગર, 60 વર્ષીય પુરુષ નવી વેરાવળ તાલુકો લાલપુર, 47 વર્ષીય મહિલા વોરા ફરી મસ્જિદ સામે જામનગર, ૪૦ વર્ષીય પુરુષ મોહન નગર જામનગર અને ૩૪ વર્ષીય પુરુષ અંજલી કેબલ પાસે કિશાન ચોક જામનગરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાનું જાણવા મળે છે 

(1:10 am IST)