Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કચ્છમાં કોરોનાનો ફૂંફાડો યથાવત : વધુ ૩ દર્દીઓ સાથે કુલ કેસનો આંકડો ૧૬૭ થયો

લખપતના વર્માનગર ( પાનધ્રો ) ના બે મહિલા અને મેઘપર બોરીચી (અંજાર )ની યુવતીને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ

ભુજ : કચ્છમાં કોરોનાના દર્દીઓ લાગલગાટ ૯ મે દિવસે પણ નોંધાયા છે. લખપતના વર્મા નગર (પાનધ્રો)ના ૫૪ વર્ષીય અને ૮૫ વર્ષીય બે મહિલા અને મેઘપર બોરીચી (અંજાર)ની ૨૫ વર્ષીય યુવતી સહિત આજે ૩ કેસ નોંધાયા છે. કચ્છમાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસ વધીને ૧૬૭ થયા છે.

(9:07 pm IST)