Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

મોરબીમાં કોરોના બેકાબુ :પારેખ શેરીમાં સોની વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ: જિલ્લામાં કુલ કેસની સંખ્યા 30 થઇ

સવારે બે કેસ નોંધાયા બાદ ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ પારેખ શેરીમાં સોની વૃદ્ધને કોરોના વળગ્યો

ફોટો કોરોના   

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના રોગચાળો હવે બેકાબુ થઈ રહ્યો છે. ગઈકાલે 3 કેસ બાદ આજે બુધવારે પણ સવારે બે કેસ બાદ ત્રીજો કેસ નોંધાયો છે. જેમાં ગ્રીનચોક વિસ્તારમાં પારેખ શેરીમાં રહેતા 65 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 30 પર પહોંચી છે
  મોરબીમાં કોરોનાએ ભારે કહેર મચાવ્યો હોય એમ આજે ત્રીજો કોરોનાનો કેસ નોંધાયો છે. જેમાં મોરબીની પારેખ શેરીમાં રહેતા 65 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી વિગતો અનુસાર મોરબીની સોની બજારમાં આવેલી પારેખ શેરીમાં રહેતા 65 વર્ષીય બિપિનચંદ્ર પ્રવીણભાઈ આડેસરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ લીધા બાદ આજે તેઓ કોરોનાથી સંક્રમિત હપવાનું જાહેર થયું છે. તેમને ડાયાબિટીસની બીમારી હોવાનું જાણવા મળ્યું હતું. આ વૃદ્ધને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્રએ તેમના રહેણાંક વિસ્તારમાં દોડી જઈને સર્વે સહિતની કામગીરી હાથ ધરી છે.

(6:33 pm IST)