Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જોડીયાના બાલંભાના ખરાબામાં રેતી ચોરી કરતા ૧૬ પકડાયા : દોઢ કરોડના વાહનો કબ્જે

રેન્જ ડીઆઇજીપી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ આરઆરસેલની ટીમનો વધુ એક દરોડો : ૯ ડમ્પર, ર જેસીબી સહિતના વાહનો કબ્જે

તસ્વીરમાં રેતી ખનન કરતા પકડાયેલ વાહનો નજરે પડે છે.

રાજકોટ, તા. ૧ : રેન્જ ડીઆઇજીપીના આર.આર.સેલની ટીમે જોડીયાના બાલંભા ગામના ખરાબાની જગ્યામાં રેઇડ કરી ગેરકાયદે રેતી ખનન કરતા ૧૬ શખ્સોને દોઢ કરોડના વાહનો સાથે ઝડપી લેતા ખનિજચોરી કરતા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે.  રાજકોટ રેન્જ ડી.આઇ.જી.પી. સંદીપસિંહ દ્વારા રાજકોટ રેન્જમાં ચાલતી ખનિજની ગેરકાયદેસર પ્રવૃતિઓ નાબૂદ કરવા માટે અને કડક હાથ કામગીરી કરવા રાજકોટ રેન્જની આર.આર.સેલની ટીમને સુચના કરેલ જે અન્વયે આર.આર.સેલના સંદીપસિંહ ઝાલા, શિવરાજભાઇ ખાચર તથા કમલેશભાઇ રબારીએ જામનગર જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે જામનગર જીલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના બાલંભા ગામે ખારા વિસ્તારના ખરાબામાંથી ગેરકાયદેસર ખનિજ (રેતી) અંગે ખનનની પ્રવૃત્તિ કરતા આશરે દોઢ કરોડના વાહનો એકસ્કેવેટર-૧ તથા ડમ્ફર ટ્રક-૯ તથા જે.સી.બી. ર ટેકટર ટોલી સહિત ર સાથે કુલ ૧૬ વ્યકિતઓને સ્થળ પરથી પકડી પાડીની ખનિજ (રેતીનું) ખનન કરી વહન કરી સંગ્રહ કરતા મળી ઉપરોકત વાહનો સાથે જોડીયા પો.સ્ટે. ખાતે આગની કાયદેસરની કાર્યવાહી કરવા સોંપી આપેલ છે.

અત્રે એ નોંધનીય છે કે, થોડો સમય પૂર્વે આર.આર.સેલની ટીમે જામખંભાળીયાના કલ્યાણપુર પંથકમાં રેઇડ કરી ખનિજખોરીનું મસમોટુ કારસ્તાન ઝડપી લીધું હતું.

(3:46 pm IST)