Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

'ડોકટર્સ-ડે'ના દિવસે જ સુરેન્દ્રનગરના જાણીતા ડોકટરને કોરોના ભરખી ગયો

ડો. શૈલેષ ચાંપાનેરીયા અને પરિવારના ૪ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો'તો : અન્ય પરિવારજનોની તબિયત સુધરી ગઇ પરંતુ તબીબે આજે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા

 વઢવાણ તા. ૧ : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે બીજી તરફ ગઇકાલે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં એક સાથે ૧૫ કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા હતા. આજે પણ સુરેન્દ્રનગરના ખૂબ જ જાણીતા ડો. શૈલેષભાઈઙ્ગચાંપાનેરીયાનુ કોરોનાથી મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઇ છે ડોકટર્સ- ડેના દિવસે જ તબીબનું મોત થતા તબીબ આલમમાં ઘેરો શોક છવાઈ ગયો છે.

તા.૧૫ જૂનના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર ખાતે રહેતા ચાંપાનેરીયા પરિવારના ચાર લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યારે ખાસ કરી તેમણે સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા હતાઙ્ગ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના પરિવારના ચાર સભ્યોને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા હતા

ડો. શૈલેશ ભાઈ ચાંપાનેરીયા (ઉં.૪૨) કૌશલભાઈ ચાંપાનેરીયા (ઉં.૧૩) ફાલ્ગુનીબેન ચાંપાનેરીયા ઉંમર (ઉં.૩૫) દુર્ગાબેન ચાંપાનેરીયા (ઉં.૬૫) ત્યારે આ ચારેય સભ્યો પેકી ત્રણ સભ્યો સાજા થઈને પોતાના ઘેર પરત ફર્યા હતા.

ડો. શૈલેષભાઈની તબિયત વધુ લથડતા તેમને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે ૧૫ દિવસના ઈલાજ બાદ કોરોનાના કારણે આજે આ શૈલેષભાઈ ચાંપાનેરીયાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોત નિપજયું છે. શૈલેષભાઈની ઉંમર ફકત ૪૨ વર્ષ હતી. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના કુંભારપરા વિસ્તારમાં પોતે દવાખાનું ચલાવતા હતા.

શૈલેષભાઈ હદયરોગ અને ડાયાબિટીસના સ્પેશ્યલ સુરેન્દ્રનગર જિલ્લાના ડોકટર તરીકેની સારી એવી નામના પણ હતી. આજે તેમનું કોરોનાના કારણે મૃત્યુ થતાં સમગ્ર ડોકટરોમા એક પ્રકારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે અને સુરેન્દ્રનગર જિલ્લો પણ શોક મગ્ન બન્યો છે. ત્યારે હાલમાં તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લો શ્વાસ લીધો છે.

તેમનું અકાળે કોરોનાના કારણે મોત નિપજયું છે ત્યારે ખાસ કરીને તેમને ૧૫ દિવસ સારવાર લીધી હતી તે છતાં પણ કોરોના કવર ન થતાં આજે સોળમા દિવસે તેમનું મોત નિપજતા જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો છે અને શોકની લાગણી પણ વ્યાપી જવા પામી છે.

(3:08 pm IST)