Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જેતપુરમાં ટ્રેકટરની ઠોકરે માતાની નજર સામે માસુમ બાળકીનું કમકમાટીભર્યું મોત

છ માસની બાળકીને લઈને ચાલીને જતા હતા ત્યારે ટ્રેક્ટરે અડફેટે લીધા

જેતપુરમાં જુનાગઢ હાઇવે પાસે ચાલીને જતા માતા-પુત્રીને ટ્રેકટર ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલી માસુમ બાળકીનું કમકમાટી ભયુૃ મોત નિપજયું છે.

  જેતપુરમાં ગીતાબેન વિપુલભાઇ પોતાની છ માસની માસુમ પુત્રીને લઇ ચાલીને જતા હતા ત્યારે રેલવે ફાટક પાસે ટ્રેકટર ચાલકે હડફેટે લેતા માસુમ બાળકીનું કમકમાટી ભર્યુ મોત નિજપતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ રહ્યો છે પોલીસે ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધી વધુ કાયવાહી હાથ ધરી છે.

(1:33 pm IST)