Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

પડધરીના ગુંદાળા ગામે બિમારીથી કંટાળી પ્રૌઢાએ અગન પછેડી ઓઢી જીવન ટૂંકાવ્યું

પગની બિમારીથી કંટાળી પોતાના ઘરે કેરોસીન છાંટી સળગી ગયા

પડધરી તાલુકાના ગુંદાળા ગામે રહેતા પ્રૌઢએ જુની બિમારીથી કંટાળી પોતાના ઘરે કેરોસીન છાંટી અગન પછેડી ઓઢી જીવન ટુંકાવ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના ગુંદાળા ગામે રહેતા રાણીબેન દાનાભાઇ મકવાણા નામના પપ વર્ષના પ્રૌઢને ઘણા સમયથી પગની બિમારીથી કંટાળી પોતાના ઘરે કેરોસીન છાંટી અગન પછેડી ઓઢી લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

(1:31 pm IST)