Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ધોરાજીમાં ડોકટરર્સ ડે નિમિતે ડોકટરને બિરદાવતા નગરજનો

સરકારી હોસ્પિટલના ડોકટરોને દર્દીઓએ ફુલ આપી બિરદાવ્યા

ધોરાજી, તા.૧ : ધોરાજી આજે સમગ્ર વિભાગમાં ડોકટર ડે નિમિતે ડોકટર ડેની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ધોરાજીની સરકારી હોસ્પિટલના ડોકટરશ્રીઓએ જણાવેલ કે કોરોનાના મહામારીમાં દર્દીઓની સેવાએ અમારા માટે ખાસ કરીને હોસ્પિટલના અધિક્ષક  ડો. જયેશ વરોટીયને જણાવેલ કે  કોરોનાની પરિસ્થિતિમાં ડોકટરો-નર્સીંગ સ્ટાફ વગેરે દર્દીઓની સેવાઓમાં છે.

ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોરોના સોળ કલેકશન સેન્ટરમાં ૧૧૦૦ કરતા વધારે સેમ્પલો લેવાયા અને સમગ્ર ડોકટર સ્ટાફ સહિતના પોતાના પરિવારને મૂકીને વિકટ પરિસ્થિતિમાં લોકોની સેવાઓ કરે છે તે બદલ દર્દી દ્વારા ધોરાજીની સરકારી હોસ્પિટલના ડોકટરોને ફુલ આપી સન્માનીત કરાયા હતાં. આ તકે ડો. જયેશ વસેટીયન, ડો. રાજ બેરા  ડો. રાકેશ નાગર, ડો. અંકીતાબેન પરમાર, ડો. રામાણી સહિતના ડોકટરની સેવાઓને બીરદાવી ડોકટર ડેની ઉજવણી કરાય હતી. 

(1:18 pm IST)