Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

પોરબંદરના ગોસા ટુકડામાં મુંબઇથી આવેલ યુવાનનો કોરાના પોઝીટીવ રિપોર્ટ

પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરાના પોઝીટીવ કેસની સંખ્યા ૧૯ પહોંચી

પોરબંદર તા. ૧ : જિલ્લાના ગોસાટુકડામાં મુંબઇથી આવેલ યુવાનને કવોરન્ટાઇન કર્યા બાદ તેમનો કોરાનાનો પોઝીટીવ રિપોર્ટ આવતા તેમને પોરબંદરની સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ સારવાર અપાય રહી છ. ેપોરબંદર જીલ્લામાં અત્યાર સુધીમાં કોરાના પોઝીટીવ કેસની સંખ્યા ૧૯ પહોંચી છે.

ગઇકાલે કોરાનાના શંકાસ્પદ ૩૪ કેસમાં દર્દીઓના સેમ્પલ લઇને જામનગર ચકાસણી માટે મોકલ્યા હતા. જેમાં ૩ર કેસના નેગેટીવ રિપોર્ટ એક કેસમાં ગોસા ટુકડીમાં આવેલ યુવાનનો પોઝીટીવ તેમજ બાકી એક કેસમાં સેમ્પલ ફેઇલ જતા ફરીથી રિપોર્ટ કરાવવા મોકલેલ છે. પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરાના પોઝીટીવની સંખ્યા ૧૯ પહોચી છે.(

(1:17 pm IST)