Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

PSI ઝાલાને બુટલેગરના ધમકી ભર્યા મેસેજથી પોલીસનું મનોબળ તોડવાના હિન પ્રયાસ સામે મુળી પંથકમાં રોષ

વઢવાણ,તા.૧ : મૂળી પી એસ આઇ તરીકે ડી.જે.ઝાલાએ ચાર્જ સંભાળ્યા બાદ બે થી ત્રણ માતબર રકમની ચોરી સાથે મૂળી પંથકમા ધિકતો વિદેશી- દેશી દારૂના ધંધાર્થીઓ સામે સખ્તાઇ દાખ વતા મૂળી પોલીસતંત્રની કામગીરીની સમગ્ર પંથકમા પ્રસંશા થવા પામી હતી કથળેલા કાયદો અને વ્યવ્સ્થા જાળવવા મૂળી પી એસ આઇ સહિત કર્મચારીઓએ મૂળી સહિત ગ્રામ્ય વિસ્તારોમા પેટ્રોલીંગ કરી અસમાજીક તત્વો સામે લાલ આંખ કરતા મૂળી પોલીસતંત્રની કામગીરી બુટલેગરો સહિત અસમાજીક તત્વોને આખંના કણાની જેમ ખુચતી હતી ઝુટવાઈ ગયેલો પોતાનો ધીકતો ધંધો પુન શરૂ કરવા મૂળી પી એસ આઇ ડી.જે.ઝાલા ની બદલી સહિતના પ્રયત્નો કરી એડી ચોટીનુ જોર લગાવ્યુ છતા પી એસ આઇ પોતાની ફરજ નિષ્ઠા પુર્વક બજાવતા અનેક સામાજીક કાર્યકરો સંસ્થાઓ દ્વારા મૂળી પોલીસતંત્રની કામગીરીથી પ્રભાવિત થઇ સન્માન સાથે નવા જયા હતા

તાજેતરમાં સરલાગામે રૂ.૫૫ હજારના મુદામાલ સાથે આરોપી પ્રતિક ઉર્ફે ગની ધનશ્યામભાઇ દરજીને પકડી ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ હતી બીટ જમાદારને પ્રલોભનની લાલચમા નાખી આરોપીએ એસીબી કરી વચેટીયા ના માધ્યમ દ્વારા બીટજમાદારને પકડાવ્યા બાદ તેની હિમત વધુ ખુલી ગયેલ હોય તેમ મૂળી મહિલા પી એસ ઓ અને પી એસ આઇ ડી.જે.ઝાલાને મેસેજ દ્રારા હવે તારો વારો એમ કહીને ધમકી આપતા આ અંગેની નૌધ લઇ પોલીસે કાર્યવાહી કરતા પ્રતિક ઉર્ફે ગની દરજી સહિત બે વ્યકિતીઓ કુકડા ગામ પાસે દારૂ પીધેલ હાલતમા બે બોટલ દારૂ સાથે   ઝડપી લીધા હતા અગાઉ પણ પાંચ જેટલા ગુન્હાઓમા સંડોવાયેલ પ્રતિક ઉર્ફે ગની દરજી વિરૂધ્ધ ફરિયાદો ઉઠવા પામેલ છે.

મૂળી પંથકમા કાયદો અને વ્યવ્સ્થા જાળવવા માટેની ઉમદા કામગીરી કરતા મૂળી પોલીસતંત્રનુ મનોબળ તોડવા માટે પી. એસ.આઇ. કક્ષાના અધિકારીઓને મેસેજ થકી ધમકી આપનાર આરોપી સામે સમગ્ર મૂળી પંથકમા રોષની લાગણી જન્મી હતી મૂળી ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ વેપારીમંડળ સહિત અગ્રણી લોકોએ મૂળી મામલતદાર હર્ષ પટેલને લેખિત રજુઆત કરી અસમાજીકતત્વો દ્વારા પોલીસતંત્રને પરેશાન કરી મૂળી પોલીસ દ્વારા કાયદો અને વ્યવ્સ્થા જાળવવાની પ્રસંશનીય કામગીરી બજાવતા હોય ત્યારે અસમાજીક તત્વો દ્વારા તેમનુ મનોબળ તોડવાના હિન પ્રયાસો કરનાર સામે સખ્ત કાર્યવાહી નહિ કરવામા આવેતો અસામાજીક તત્વોને મોકળુ મેદાન મળી જશે અને અંકુશમા આવેલ મૂળી પંથકમા કાયદો અને વ્યવસ્થા ફરી કથળાવાની તેમની મેલી મુરાદ બર આવશે

પોલીસ પ્રજાનો મિત્રના મંત્ર સાર્થક કરતી મૂળી પોલીસનુ મનોબળ તોડવા પાછળની ઘટના થી મૂળી પંથકમા અસામાજીક તત્વો સામે ફિટકારની લાગણી જન્મી છે.

(1:08 pm IST)