Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સાંકરોળી સિંચાઇ યોજનાની અમરેલી કાર્યરત કચેરી હવે જેતપુરમાં ખસેડાશે

ધારાસભ્ય જયેશ રાદડીયાની રજુઆતને સફળતા

જેતપુર,નવાગઢ,તા.૧ : અમરેલી જિલ્લાના વડીયા તાલુકા અને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગામોને સિંચાઇનો લાભ આપતી સાંકરોળી યોજનાની કચેરી સિંચાઇ પેટા વિભાગ, જેતપુર ખાતે કાર્યરત હતી. રાજ્ય સરકાર દ્વારા સિંચાઇ યોજનાઓની કચેરીની પુનઃગઠન વખતે આ કચેરીને અમરેલી ખાતે તબદીલ કરવમાં આવેલ હતી.

તેમ થતાં જેતપુર તાલુકાના ખેડૂતોને અંદાજીત ૭૦ કી.મી. દુર અમરેલી ખાતે કામકાજ અર્થે અવર-જવર કરવી પડે એમ હતી. જે બાબતે થાણાગાલોલ, હનુમાન ખીજડીયા અને રેશમડીગાલોલ ગામના સરપંચશ્રીઓ, આગેવાનો અને ખેડૂતો દ્વારા કિશાન નેતા અને મંત્રી જયેશભાઇ રાદડીયાને આ કચેરી જેતપુર ખાતે જ કાર્યરત રાખવા રજુઆત કરેલ હતી.

જે રજુઆતને પગલે જયેશ રાદડીયા દ્વારા સરકારમાં ઉચ્ચકક્ષાએ રજુઆત કરી તાત્કાલીક સિંચાઇ યોજનાની કચેરી જેતપુર પેટા સિંચાઇ વિભાગ ખાતે જ યથાવત રાખવા નિર્ણય કરેલ છે. સાંકરોળી સિંચાઇ યોજનાની કચેરી સિંચાઇ પેટા વિભાગ, જેતપુર ખાતે કાર્યરત રહેતા જેતપુર તાલુકાના ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાય તથા સરપંચ થાણાગાલોલ, હનુમાન ખીજડીયા અને રેશમડીગોલ દ્વારા મંત્રીનો આભાર વ્યકત કરેલ છે.

(1:04 pm IST)