Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જુનાગઢ જીલ્લામાં કોરોનાના ૧૦૦ કેસની નજીક

કોરોનાના વિસ્ફોટથી દોડધામ અને ચિંતા

જુનાગઢ તા. ૧ : જુનાગઢમાં કોરોનાની  અર્ધી સદી પૂર્ણ થઇ છે અને જિલ્લામાં ૧૦૦ કેસની નજીક કોરોના પહોંચી ગયો છે.ે

જુનાગઢ જિલ્લામાં કોરોનાનો પગપેસારો ચિંતાજનક રીતે વધી રહ્યો છે અને જુનાગઢમાં તો જાણે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ગઇકાલે એકજ દિવસમાં જુનાગઢમાં રેકોર્ડ બ્રેક ૯ પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું હતુ.

જુનાગઢ ખાત ગત તા.૧૦ મેના રોજ કોરોનાની શરૂઆત થયેલ અને અત્યારે કોરોનાના કેસ વધીને પ૦ થઇ ગયા છે.

જુનાગઢના પ૦ સહિત જિલ્લામાં પોઝીટીવ કેસની સંખ્યા વધીને ૯૩ થઇ ગઇ છે આમ જુનાગઢ જિલ્લામાં કોરોના સદી તરફ આગેકુચ કરી રહ્યો છે.

જુનાગઢના શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ પગપેસારો વધુ ફેલાવ્યો છે. ગઇકાલે વિસાવદરના લીમધ્રા ગામમાં બે પોઝીટીવ કેસ થયા હતા અગાઉ વિસાવદરના જ બરડીયા ગામે એક સાથે ચાર પોઝીટીવ  કેસ નોંધાયા હતા.

આ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ પંજો પ્રસરાવતા ગ્રામ્ય જિલ્લામા ફફડાટ વ્યાપી ગયો છે.

જુનાગઢ જિલ્લામાં ૯૩ કેસમાંથી હાલ ૩૭ કેસ એકટીવ છે ત્રણના મૃત્યુ થયા છે. અને પ૩ દર્દી સ્વસ્થ થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(1:04 pm IST)