Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ગિરસોમનાથના વડાળા ગામની ફાર્મ હાઉસમાં જુગાર રમતા ૧પ શખ્સો રૂ.૧,૧ર૭૦૦ સાથે ઝડપાયા

સ્વીમીંગ પુલમાં ન્હાતા ૧૭ શખ્સો પણ પકડાયા

જુનાગઢ તા. ૧ : રેન્જ ડી.આઇ.જી.પી. મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ ઇ.ચા.પો.ઇન્સ કે. કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.જે.રામાણીએ ગીરસોમનાથ જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.બી.કુરેશીને ખાનગીરાહે હકીકત મળેલ કે વડાળા ગામની સીમમાં ચૌહાણ ફાર્મ હાઉસમાં રેઇડ કરતા (૧) અમીન ઉર્ફે ઇમુ હનીફ કાપડીયા (ર) સમીર ગફારભાઇ પટણી (૩) સુફીયાન યુસુફભાઇ (૪) સુલેમાન હાસમભાઇ સોરઠીયા (પ) સેકુલ ઇબ્રાહીમ પંજા (૬) સોએબ હનીફ પટણી (૭) રીયાઝ અલીમહમદ પંજા (૮) મુનીર ઇકબાલ પંજા (૯) અંસાર અનવર ચૌહાણ (૧૦) યુનુસ ઉમર મેમણ (૧૧) ઇમાન સતાર ચૌહાણ  (૧ર) યાસીન અનવર ખાસાબ (૧૩) ફૈજાન રહીમ પંજા (૧૪) અસલમ સલીમ પંજા (૧પ) સબીર અનીફ પટાણી (૧૬) હાજર નહી મળનાર ફાર્મના માલીક હનીફ ચૌહાણ રહે બધા વેરાવળ વાળાઓને રોકડ રૂ.૧,૧ર,,૭૦૦ તથા વાહનો પ કિ. રૂ.ર,૧૦,૦૦૦ તથા મો.ફોન નંગ ૧૪ કી. રૂ.પ૮,૦૦૦ એમ કુલ મળી રૂ.૩,૮૦,૭૦૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ અને ઉપરોકત તમામ ઇસમો વિરૂદ્ધ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે જુ.ધા.ક.૧ર મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરેલ.

આ સિવાય અન્ય ૧૭ ઇસમો સ્વીમીંગ પુલમા સ્નાન કરતા મળી આવેલ હોય અને જીલ્લા મેજી.શ્રી ગીર-સોમનાથનાઓના કોવીડ-૧૯ ના જાહેરનામાનો ભંગ કરેલ હોય જે અંગે આ કુલ ૩ર ઇસમો વિરૂદ્ધ જાહેરનામા ભંગ અંગે આઇ.પી.સી.ક.૧૮૮ તેમજ ડિજાસ્ટર મેનેજમેન્ટ એકટ ર૦૦પ ની ક.પ૧ (બી) મુજબ અલગથી ગુનો રજીસ્ટર કરાવેલ છે.

આ ઉપરોકત કામગીરીમાં એ.એસ.આઇ. જે.બી.કુરેશી, એસ.કે. સોંકી, પો.હેડ કોન્સ. જે.પી.મેતા, રોહીતસિંહ તથા પો.કોન્સ. ભરતભાઇ ચાવડા, રમેશભાઇ શીંગરખીયા, અરવિંદભાઇ સોલંકી, પ્રવિણસિંહ મોરીનાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.

(1:01 pm IST)