Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જામનગર જીલ્લામાં કોરોનાનાં કેસ વધતા ચિંતાઃ ગ્રેઇન માર્કેટનો સમય યથાવત

જામનગર, તા.૧:વધુ ઙ્ગકોરોના બે પોઝિટિવ કેસ નોંધાતા આજે એક જ દિવસમાં કુલ ૧૦ કેસ નોંધાયા છે જેમાં ૫૫ વર્ષીય રહે, મેન પોસ્ટ ઓફિસની બાજુમાં સોઢાનો ડેલો ચાંદી બજાર જામનગર, ઉંમર વર્ષ ૬૦ નેશનલ પાર્ક શેરી નંબર ૪ બ્લોક નંબર ૧૨૮ જામનગર, ઉમર વર્ષ ૭૨ દરબાર ગઢ જામનગર, ઉંમર વર્ષ ૫૦ઙ્ગ ૧૦૧ અક્ષરધામ એપાર્ટમેન્ટ એરફોર્સ ગેટ સામે જામનગર,) ઉમર વર્ષ ૬૦ ક્રિષ્ના પાર્ક ગ્રીન રેસીડેન્સી ક્રિષ્ના સ્કૂલ પાસે જામનગર ખોડિયાર કોલોની, ઉંમર વર્ષ ૬૦ ક્રિષ્ના પાર્ક ભારત પેટ્રોલ પંપ સામે ગુલાબ નગર જામનગર, ઉંમર વર્ષ ૬૦ આનંદ કોલોની ડેન્ટલ હોસ્પિટલ સામે જામનગર, ઉંમર વર્ષ ૨૧ દિગ્વિજય પ્લોટ જામનગર, ઉમર વર્ષ ૨૦ ન્યુ પી જી હોસ્ટેલ રૂમ નંબર ૧૧૧૯ જી જી કેમ્પસ જામનગરઙ્ગ અને જામનગરનો ૧૦નો કોરોના પોઝિટિવ કેસ હોટેલ ગજાનંદમાં રોકાયેલ ૪૫ વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ઉપરોકત માહિતી આજના પોઝિટિવ કેસની છે સત્ત્।ાવાર જાહેરાત થઈ નથી.

ગ્રેઇન માર્કેટ સંસ્થાની કારોબારી મિટિંગમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે હાલના સંજોગોને ધ્યાનમાં લઇ સવારે ૯ થી ૨ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની તેમજ બહારગામથી જે માલ આવે છે તે દુકાનોમાં ઉતારવા માટેનો ટાઈમ સાંજે ચારથી સાત સુધીનો રહેશે એવું સર્વાનુમતે નક્કી કરેલ છે તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(12:59 pm IST)