Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં ૧૦ વીઘા જમીન પરનું દબાણ હટાવાયું

ખંભાળીયા, તા.૧: અહીંના ઇતિહાસમાં પહેલી વખત મામલતદારશ્રી કે.જી.લુક્કાએ રામનગર વિસ્તારમાં ૧૦ વીઘા જેટલી સરકારી જમીનમાં થયેલું દબાણ હટાવવાની કડક કાર્યવાહી કરીને રેકોર્ડ સર્જીને કરોડોની જમીન ખાલી કરાવેલી છે.

રે.સ.નં.૬૨૪માં સરકારી જમીન હોય તથા આ જમીન સરકારી કચેરીઓ માટે જમીન જરૂર પડતા મામલતદારશ્રી કે.જી. લુક્કાએ આ જમીન પર દબાણ કરનારા આસામીયોને નોટીસો આપતા તેમણે આવેદન આપીને આ જમીન કબ્જો લેશો તો આત્મ વિલોપનની ચીમકી આપી હતી. આમ છતાં પણ પ્રાંત અધિકારીશ્રી ડી.આર.ગુરવના માર્ગદર્શન હેઠળ હથિયારધારી પોલીસ પાર્ટીને સાથે રાખીને ગઇકાલે જમીન માપણી કરીને તે પછી બપોરે જે.સી.બી.ની દશ વીઘા જેટલી જમીન જેમાં બકાલુ શાક, કાંટાળી વાડ, દીવાલ વિ. હતુ તે દબાણ હટાવીને બધાના ૩૫થી ૪૦ લાખ ગણાય તેવી ૧૦ વીઘા જમીન ૩ાા કરોડની ખાલી કરાવી હતી.

બીજું દબાણ પણ નીકળ્યુ

આ જમીન દબાણ દૂર કરવાની સાથે ત્યાં એક આહિર ખેડૂત દ્વારા પણ તેની જમીન ઉપરાંત ૪ થી ૫ વીધા જમીનમાં દબાણ કરાયેલુ હોય તે પણ મામલતદાર શ્રી લુક્કાના ધ્યાનમાં આવતા તે જમીનના પણ વંડો તથા પાળા તોડી નાખીયા હતા તથા કાયદેસરની તેમની જમીન પર નિશાની કરીને બાકીની જમીન ખાલી કરવા માટેના આપેલો હતો જો કે હજુ પણ ત્યાં બાજુમાં એક વંડો કળને ૩/૪ વીઘા જમીન દબાણ કરાયેલી છે.

વ્યાપક દબાણ છે

શહેરની તદન નજીક આવેલ રામનગર વિસ્તારમાં જમીનની કિંમતો ૪૦ લાખથી ૬૦/૭૦ લાખ વીધાની ગણાતી હોય અહીં સરકારી જમીનો, ગૌપટની જમીનોમાં વ્યાપકપણે દબાણો કરીને કંપાઉન્ડ સાથેના લાખો રૂપિયાના મકાનો લાખો રૂપિયાની કિંમતી જમીનો પટ બનાવાયેલ છે.

આ દબાણ દૂર કરતા રામનગરમાં જ અવેડાવાડી વિસ્તારમાં હાઇવેની તદન નજીક પણ અટકળ જમીનોમાં મોટા પાયે દબાણો કરીને લાખોની જમીનો પર દબાણ થયાનું પણ તંત્રના નામે આવેલું છે.

(12:57 pm IST)