Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ભાવનગર એસ.ટી દ્વારા બસનો સમય મોડો કરાતા અપડાઉન કરતાં મુસાફરો પરેશાન : મુસાફરોએ ખાનગી બસનો સહારો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ

ભાવનગર તા.1 :  ભાવનગર એસ ટી.વિભાગે જાણે કે ખાનગી ઓપરેટરોને કમાણી કરાવવા માટે નક્કી કર્યું હોય તેમ એસ ટી.બસના સમય પત્રકમાં ફેરફાર કરતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે.

 

     એક તરફ રાજ્ય સરકાર અનલોક-૨માં એસ.ટી.બસ સેવા પૂર્વવત કરવાની જાહેરાત કરે છે,તો બીજી તરફ એસ.ટી.તંત્ર બસના સમયપત્રકમાં ફેરફાર કરી ખોટનો ધંધો કરે છે.ભાવનગર એસ.ટી.વિભાગ દ્વારા ભાવનગર - બોટાદ રૂટની સવારની બસનો સમય મોડો કરવામાં આવતા અપડાઉન કરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.બોટાદ રૂટની સવારના ૮ વાગ્યાની બસનો સમય મોડો કરીને ૮:૩૦ કરવામાં આવ્યો છે,પરિણામે ભાવનગરથી બોટાદ અપડાઉન કરતા મુસાફરોની મુશ્કેલી વધી છે.હાલ રેલ્વે બંધ હોવાથી અપડાઉન કરતા લોકો માટે સવારના ૮ વાગ્યાની બસ અનુકૂળ હતી,પરંતુ આ બસનો સમય મોડો કરવામાં આવતા હવે મુસાફરોએ ખાનગી બસનો સહારો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

        ભાવનગરના અનેક લોકો બોટાદ અપડાઉન કરે છે,ત્યારે એસ.ટી.તંત્ર દ્વારા સવારની બસનો સમય ૮ વાગ્યાનો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

(12:15 pm IST)