Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

હવે કચ્છના બંદરે ચીન સામે આર્થિક મોરચો મંડાયો : કંડલા અને મુન્દ્રા પોર્ટ પર આયાત થયેલા એક પણ કન્ટેનર કે કાર્ગોને નિકળવા ન દેવાયા

અલબત્ત કોઈ લેખિત સૂચના નથી પરંતુ આયાતકાર પછી અમે ભારતીય પહેલા છીએ.તેવો સુર

ભારત અને ચીન વચ્ચેના વણસી રહેલા સબંધોની અસર હવે દરેક સેક્ટર પર જોવા મળી રહી છે. ભારત ચીનના સામાનોનું મોટુ આયાતકાર હોવાથી તેને આર્થિક મોરચે તોડી પાડવા જાણે સરકાર ઈકોનોમીક યુદ્ધના મંડાણ કરતી હોય તેવા પરોક્ષ રીતે સંકેતો મળી રહ્યા છે.ભારતીય શીપર્સ અને કંપનીઓનું જ નુકસાન થઈ રહ્યું હોવાનું અને માત્ર ચીન નહિ, તે સિવાયના કાર્ગોને પણ અટકાવાયા હોવાનું જાણવા મળે છે. જોકે આ અંગે કસ્ટમના સતાવાર સુત્રોએ લેખીત કોઇ સુચન ન અપાયા હોવાનુ જણાવ્યું હતું.

  કંડલા કસ્ટમ હાઉસ એજન્ટ સંગઠનના પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે દેશહીતના દરેક નિર્ણયની સાથે રહેવા અમે તૈયાર છીએ, કેમ કે આયાતકાર પછી અમે ભારતીય પહેલા છીએ. પણ જેના માટે કેંદ્રીય મંત્રી સહિત ના જણાવી ચુક્યા છે કે એલસી ખુલી ગયું હશે કે અને પ્રક્રિયાઓ સંપન્ન થઈ ગઈ હશે તેવા કાર્ગોને છોડી દેવાશે,
  ચેન્નઈ અને દેશના અન્ય પોર્ટ બાદ હવે કચ્છના કંડલા અને મુંદ્રામાં પણ ચીન સબંધીત કન્ટેનર, કાર્ગો રોકી દેવામાં આવ્યા છે. મુંદ્રા પોર્ટ પર મંગળવારે ચીન સહિત કોઇ પણ આયાત થયેલા કાર્ગોને સીએફએસમાંથી બહાર કાઢવા દેવામાં આવ્યો નહતો. જેના કારણે અંદાજે એક હજારથી વધારે કન્ટેનરો અટવાઈ ગયા છે

(12:00 pm IST)