Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કાજલી યાર્ડમાં નિવૃત વિદાય સમારંભ

પ્રભાસપાટણઃ વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડનાં સેક્રેટરી કાળુસિંહ ડોડીયા વયમર્યાદાને કારણે નિવૃત થતા તેમને વિદાય સમારોહ યોજાયો હતો અને યાર્ડનાં ચેરમેન, વા. ચેરમેન તેમજ ડાયરેકટરો અને વેપારીઓ તેમજ યાર્ડનાં સ્ટાફની હાજરીમાં વિદાય આપવામાં આવેલ હતી. કાળુસિંહ યાર્ડનાં સેક્રેટરી તરીકે ૧૯૮૯ થી ફરજ બજાવતા હતા અને યાર્ડનાં વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો છે. આ તકે યાર્ડનાં ચેરમેન ગોવિંદભાઇ પરમારે જણાવેલ કે આ યાર્ડનાં વિકાસમાં સેક્રેટરી કાળુસિંહ ડોડીયાનો નોંધપાત્ર ફાળો છે. આ તકે યાર્ડનાં ચેરમેન ગોવિંદભાઇ પરમાર, વા. ચેરમેન જેન્તીભાઇ અભાણી અને યાર્ડનાં તમામ ડાયરેકટરો તેમજ યાર્ડનાં તમામ સ્ટાફ અને વેપારીઓએ હાજરી આપેલ હતી અગ્રણી સામતભાઇ પરમાર, હમીરભાઇ વાળા, વજુભાઇ મોરી, મુકેશભાઇ જાદવ સહિતનાં અગ્રણીઓએ હાજરી આપી અને કાળુસિંહ ડોડીયાને મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપીને તેમનું સન્માન કરી વિદાય આપવામાં આવેલ હતી. કાર્યક્રમનું સંચાલન કનકસિંહભાઇએ કરેલ હતું. નિવૃત વિદાયમાન અપાયું તે તસ્વીર. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(11:43 am IST)