Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જૂનાગઢ સાઉન્ડ એશો. દ્વારા ધંધા ચાલુ કરવા કલેકટરને આવેદન અપાયું

જૂનાગઢ,તા.૧: કોરોનાવાયરસ ની મહામારી ને લઈને છેલ્લા ૯૦ દિવસ થી સરકારશ્રીના આદેશ ને લઈને તમામ ધંધા રોજગારો બંધ કરવામાં આવ્યા હતા. જેને લઇને સાઉન્ડ એસોસિએશન સાથે જોડાયેલા સાઉન્ડ અને ડીજે ના ધંધાર્થી ભાઈઓના ધંધા લોકડાઉનના સમયથી બંધ પડેલાં હોય  સાથે સાઉન્ડ એસોસિયેશન ના ધંધાર્થીઓને એપ્રિલ મે અને જૂન મહિનામાં  લગ્ન સિઝન હોય છે જેમાંથી રોજગારી મેળવી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે . કોરોનાવાયરસની મહામારીને લને સાઉન્ડના ધંધાર્થીઓને પોતાના પરિવારના નિભાવ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ તમારા વ્યવસાયના માધ્યમથી પોતાની રોજીરોટી મેળવતા એકમો મંડપ સર્વિસ લાઇટ ડેકોરેશન સટેજ લાઇટ જનરેટર વાહનો સાઉન્ડ રીપેરીંગ કરતા એકમો શહીદ કારીગરોને પણ માઠી અસર પડી છે. આમ અમો સીઝનલ ધંધો ધરાવતા હોય જેમાં વર્ષ દરમિયાન સો દિવસ જ વ્યાપાર કરવાનો હોય છે ત્યારે લોકડાઉનને લઈને  સીઝન નિષ્ફળ ગઈ છે ત્યારે હાલ સરકાર શ્રી દ્વારા ધંધાર્થીઓને પોતાના રોજગાર માટે આંશિક છૂટછાટ આપવામાં આવી છે. જુનાગઢ શહેરમાં સાઉન્ડ એસોસિએશન નો બિઝનેસ પર મોટી અસર જોવા મળી રહી છે સામાન્ય રીતે લગ્ન પ્રસંગો મેળાવડાં તેમજ ધાર્મિક પ્રસંગો પર પાબંધી રાખવામાં આવી છે.

સાઉન્ડ એસોસિએશન સાથે સંકળાયેલા નાના-મોટા ધંધાર્થીઓ શુભપ્રસંગો સાથે ધાર્મિક કાર્યક્રમો ના ઓર્ડર લઈને જ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે સાઉન્ડ એસોસિયેશનના પ્રમુખ યજ્ઞદત્ત્। ભાઈ પંડ્યા ની રાહબરી હેઠળ જૂનાગઢ શહેર અને તાલુકાઓ માથે સાઉન્ડ એસોસિએશનના હોદ્દેદારો વિનુભાઈ બગીયા  -  ઉપ પ્રમુખ જલ્પેશ કનોજીયા  - મંત્રીશ્રી,વિજય સોલંકી સભ્યો, જતીન રાયજાદા, સંજય ત્રિવેદી , નિખિલ ગણાત્રા -, ચિંતન સોલંકી , પ્રતીક પંડિયા, નરેશ સોલંકી, વૃજેશ ભાઈ, વિપુલભાઈ પટેલ, જય રૂપાપરા, શિરીષભાઈ જય બુદ્ઘદેવ,અર્પિત છોડવડીયા,પીયૂષભાઈ,સિદ્ઘાર્થ જેઠવા,અનિલ હરસોરા.અને સભ્યો જોડાયા હતા.

(11:43 am IST)