Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગણેશગઢ ગામનો યુવાન કિશન વાઢીયા પક્ષીઓની સારવાર કરે છે નિઃશુલ્ક

કિશન વાઢીયાને પક્ષીઓની સારવાર કરવાનું અનોખુ વ્યસન

દેવભૂમિ દ્વારકા,તા.૧: દેશના અન્ય રાજયોની સરખામણીએ ગુજરાત રાજયમાં દરિયાઇ અને ભૂમિગત જલપ્લાવિત વિસ્તારોની વધુ સંખ્યા અને વિવિધતાના કારણે ગુજરાતમાં યાયાવર પક્ષીઓની સંખ્યા અને વિવિધતામાં ઉત્ત્।રોત્ત્।ર વધારો જોવા મળે છે. તેમા પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૨૩૫ કી.મી. લાંબો દરીયા કિનારો આવેલ છે. જિલ્લામાં શિયાળા દરમિયાત યાયાવર પક્ષીઓ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. ભૌગોલિક દ્રષ્તિએ જોઇએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગામડા વધારે પ્રમાણમાં આવેલ હોય ત્યારે ગામડા વિસ્તારમાં પક્ષીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતા હોય છે. જયારે આ પક્ષીઓની મફત સારવાર એક યુવાન કરે છે. જામ કલ્યાણપુર તાલુકાના ગણેશગઢ ગામનો યુવાન કિશન વાઢીયાએ આજુ બાજુના વિસ્તારોમાં કોઇ પણ પક્ષી બિમાર હોય તો પોતાની બાઇક  લઇને મફતમાં સારવાર માટે પક્ષીના જીવ બચાવવા નિકળી પડે છે.  કિશન વાઢીયાની મુલાકાત લેતા તેઓ જણાવ્યું કે,  માણસ બિમાર પડે તો તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. પણ આ અબોલ પક્ષી બિમાર પડે તો તેનું કોણ? બસ આ પ્રશ્નના કારણે તેમણે નાની ઉમરથી જ પક્ષીઓની સેવા કરવાનું ચાલુ કરી દીધું હતું. તેમજ અત્યારના યુવાનો વધાર પડતા વ્યસનોના કારણે મહિને કેટલાય રૂપિયાઓનો ખર્ચ કરતા હોય ત્યારે આ કિશન વાઢીયા આ પોતાને પક્ષીઓની સારવાર કરવાનું વ્યસન સમજીને ફિમાં સારવાર કરતા આવે છે. તેમજ ગામડામાં એક એવી પણ માન્યતાઓ રહેલી છે કે મોરના ઇંડાનો સ્પર્શ કે માણસનો પડછાયો પડી જાય તો તે ઇંડા માંથી બચ્ચા થતા નથી પરંતુ આવા ઇંડા ખેડુતોના ખેતરમાં કે અન્ય જગ્યાએ હોય તો કિશન વાઢિયા પોતાના ઘરે લાવી તે ઇંડામાંથી બચ્ચાનો જન્મ થાય તેવા પ્રયત્નો કરે છે. અને આ બચ્ચાને માંની ઉફ આપી મોટા કરીને પછી તેને કુદરતના ખોડે મુકી દે છે. તેઓ આ પક્ષીની સારવાર ૮ વર્ષથી કરતા આવે છે. અત્યારે તો પક્ષીઓના વનવિભાગ દ્વારા રેસ્કયું કરવાના હોય તો કિશન વાઢીયાને બોલાવામાં આવે છે. આ ભાઇ જુનાગઢ પોરબંદર જેવા આજુ બાજુના જિલ્લાઓમાં પણ પક્ષીની સારવાર કરવા જાય છે. ૧ વર્ષમાં આશરે ૮ હજાર જેટલા પક્ષીઓની સારવાર ફ્રીમાં કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વનવિભાગ માર્ગદર્શનથી અને તેમના સાથ સહયોગ થકી કિશન વાઢીયા ઘાયલ પક્ષીઓના રેસ્કયું કરવા આજે અન્ય જિલ્લાઓમાં પણ જાય અને અનેક પક્ષીઓને નવજીવન આપ્યું છે.

સંકલનઃ

ઉષા કોટક

સહાયક માહિતી નિયામક

(11:41 am IST)