Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

વોરાકોટડા ગામ સંપર્ક વિહોણું

નદી ઉપરની ધાબી ઉપર પાણી વહે છેઃ દર ચોમાસે લોકો પરેશાન

ગોંડલ,તા.૧:ગોંડલથી પાંચ કીમી.દુર વોરાકોટડા ગામ ચોમાસા દરમ્યાન સંપર્ક વિહોણું બનવાં પામ્યું છે.ગોંડલ વોરાકોટડા વચ્ચે ગોંડલી નદી પરની ધાબી ઉપર પાણી વહેતું હોય વોરાકોટડા ગામ વિખુટુ પડી જવાં પામે છે.દર ચોમાસા માં ધાબી પર નાં ધસમસતા વહેણ માં પસાર થતી વેળા બે પાંચ વ્યકિતઓ નાં ભોગ લેવાયાં ની દ્યટનાઓ પણ બની છે.આ ધાબી પર પુલ બનાવવાં અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા ગંભીરતા લેવાઇ નથી.

ગોંડલ વોરાકોટડા રોડ પર નદી ને પાર કરવાં અંદાજે બસ્સો મીટર લાંબી ધાબી પસાર કરવી પડે છે.હાલ સૌની યોજના અંતર્ગત નર્મદા નું પાણી ગોંડલ થઇ ભાદરડેમ તરફ વહી રહયું છે.ગોંડલી નદી દ્વારા નમઁદા નું પાણી ભાદર પંહોચતું હોય વોરાકોટડા ની ધાબી પર થી પાણી વહી રહયાં છે.વરસાદ ને કારણે પાણી માં વધારો થતો હોય ધાબી પર એક થી દોઢ ફુટ પાણી વહેતાં હોય વોરાકોટડા નાં લોકો કલાકો કે ભર ચોમાસે દિવસો સુધી સંપર્ક વિહોણા બને છે.ધાબી પર ધસમસતા પ્રવાહમાં કોઈ બાઇક કે ફોરવ્હીલ ચાલક પસાર થવાં પ્રયત્ન કરે તો કાં'તો ફસાઇ જાય અથવાં અકસ્માત નો ભોગ બને છે.

પંદરસોની વસ્તી ધરાવતા વોરાકોટડા નો વાણિજય વ્યવહાર ગોંડલ ઉપર નિર્ભર છે.વોરાકોટડા માં રાજાશાહી સમય નું પ્રાચીન બિલેશ્રર મહાદેવનું મંદિર આવેલું હોય ખાસ કરીને શ્રાવણ માસ માં ગોંડલ સહીત પંથકમાં થી શ્રધ્ધાળુઓ ની ખાસ્સી અવરજવર રહેતી હોય છે.પરંતુ ધાબી પર પાણી નો પ્રવાહ મુશ્કેલ રૂપ બને છે.

આવાં સંજોગો માં વોરાકોટડામાં જો કોઈ વ્યકિત બિમાર પડે કે ઇમરજન્સી સર્જાય ત્યાંરે લોકોની દયનીય સ્થિતી બનવાં પામે છે.

સંપર્ક વિહોણાં બનતાં વોરાકોટડા ની હાલત અંગે સ્થાનીક આગેવાન ભાવેશભાઇ ભાશા છેલ્લા બે ત્રણ વર્ષ થી ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી રહયાં છે.પરંતું તંત્ર નાં બહેરા કાને વોરાકોટડા ની સમસ્યા અથડાતી હોય લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

(11:40 am IST)