Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ગોંડલના અપહરણના ગુન્હામાં બે વર્ષથી વોન્ટેડ આરોપીને એલસીબીએ ઝડપી લીધો

આરોપી નિલેશ ઉર્ફે દિપક રાઠોડ સાથે ભોગ બનનાર પણ મળી આવી

રાજકોટ તા. ૧: ગોંડલના અપહરણના ગુન્હામાં બે વર્ષથી વોન્ટેડ આરોપીને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. આરોપી સાથે ભોગ બનનાર પણ મળી આવતા બંનેને ગોંડલ પોલીસના હવાલે કરાયા હતા.

પોલીસ અધીક્ષક બલરામ મીણાએ અપહરણના ગુન્હાના ભોગ બનનાર (અપહૃત)ને શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને એલસીબીના પો. ઇન્સ. એમ. એન. રાણા તથા પો. સબ ઇન્સ. એચ. એમ. રાણાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પો. સ્ટે.ના ફર્સ્ટ ગુ.ર.નં. ૩૬/ર૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ વિ. ના ગુન્હામાં વોન્ટેડ નિલેશ ઉર્ફે દીપક જેઠાભાઇ રાઠોડ ઉ.વ. રપ રહે. મૂળ ભગવતપરા શેરી નં. ર૧ ગોંડલ હાલ રહે. બાલરસ તા. લોધીકાને ઝડપી લીધો હતો અને સાથે ભોગ બનનાર પણ મળી આવી હતી.

આ કામગીરીમાં એલસીબીના પો. હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઇ ગુજરાતી તથા પો. કોન્સ. નિલેશભાઇ ડાંગર, મયુરસિંહ જાડેજા તથા ભાવેશભાઇ મકવાણા રોકાયા હતાં.

(11:34 am IST)