Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

મોરબીમાં લારી-ગલ્લા-રિક્ષા ચાલકો અને પાથરણા વાળાને વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગ

મોરબી,તા.૧ : મોરબી શહેરના લારી-ગલ્લા અને પાથરણા વાળા લોકોને શહેરમાં વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવે અને ઓટોરિક્ષા ચાલકોને રાહત આપવામાં આવે તે બાબતે દલિત મુસ્લિમ એકતા સમિતિએ જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે કોરોના મહામારી અંતર્ગત લોકડાઉન ના સમયમાં એકાએક મોરબી શહેરના લારી-ગલ્લાને રાત્રે તંત્ર દ્વારા કોઈપણ નોટિસ આપ્યા વગર બુલડોઝર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જે સમયે લોકડાઉનના કારણે આવા લોકો પોતાના દ્યરમાં જ રહીને પોતાની નાગરિક ફરજ બજાવી રહ્યા હતા. આ કારણસર લારી-ગલ્લા દ્વારા રોજગાર મેળવવા નાના લોકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. એક તરફ આપણો દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે. આ સમયે નાગરિકોને રાહત આપી ખુબ જ આવશ્યક છે. આ કપરા સમયે ઓટોરિક્ષા ચાલકોને લોનના હપ્તા ચડી ગયા છે અને બીજી તરફ મોરબી શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ દ્વારા તગડા દંડ વસુલ કરીને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આપઘાતના બનાવો વધી રહ્યા છે. તેમજ આર્થિક અને માનસિક રીતે માણસો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે ત્યારે આ અદ્યટિત પગલું ભરવા મજબુર બને છે. માટે ઓટો રિક્ષા ચાલકો પ્રત્યે,લારી-ગલ્લા અને પાથરણાવાળા લોકો પ્રત્યે સહાનુભૂતિ દાખવી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

(11:28 am IST)