Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ઓખા રાજકોટ રેલ્વે મંડળ દ્વારા ટ્રક મેટેન્સની સરાહનીય કામગીરી

ઓખાઃ દેશમાં કોરોના વાયરસ કોવીડ-૧૯ના સંક્રમણને રોકવા લોકડાઉન જાહેર કરેલ અને હજુ તા. ૧ર જુન સુધી તમામ પેસેન્જર ટ્રેનો બંધ રાખવામાં આવેલ છે. આવા સમયે ઓખા રાજકોટ રેલ મંડળ દ્વારા ટ્રેક મેટન્સની કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર રાજકોટની ૭.૭ કીલોમીટરની અતી પુરાની રેલ ટ્રેકને અત્યાઆધુનિક મશીનની સહાયતાથી નવી રેલટ્રેક બીછાવવામાં આવી છે. તથા ૯.પ કિલોમીટર ટ્રેકને ઇન્જીનીયરીંગ વિભાગ દ્વારા હેવી ડયુટી મશીનો દ્વારા મજબુતાઇનું ટેસ્ટીંગ કરી તમામ જુની લાઇનો બદલી કરી રેગ્યુલર કરવામાં આવી છે. ૧૭૬ કીલોમીટર રેલ્વે ટ્રેકને અત્યંત આધુનીક ટાઇપીંગ મશીનની મદદ થી ૧૩પ૦૦ કયુબીલો બદલી ૬૦૬ ની રેલ ટ્રેકની ખરાબીને દુર કરી તેમાં નવી પટરીઓ નાખવામાં આવે છે આ કામગીરીને ઓખા વેપારી અગ્રણીઓ સાથે વેપારીઓએ બીરદાવી હતી.

(11:26 am IST)