Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

આજે ડોકટર્સ-ડે : ડોકટરોની ઓનલાઇન પરામર્શ જેવી સુવિધાઓથી તબીબી સહાય સરળતાથી લેવી શકય બની

ભાવનગર તા. ૧ : સુપ્રસિદ્ઘ ફિઝિશિયન અને પશ્ચિમ બંગાળના પુર્વ મુખ્ય પ્રધાન બિધાનચંદ્ર રોયના સન્માન માં આખા ભારતભરમાં ૧ જુલાઈએ રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમનો જન્મ ૧ જુલાઇ, ૧૮૮૨ ના રોજ થયો હતો અને તે જ તારીખે ૧૯૬૨માં ૮૦ વર્ષની વયે અવસાન પામ્યાં હતાં.ડો. રોયને ૪ ફેબ્રુઆરી, ૧૯૬૧ ના રોજ દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ, ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.ભારતમાં ડોકટર ડેની સ્થાપના ભારત સરકાર દ્વારા ૧૯૯૧ માં કરવામાં આવી હતી અને દર વર્ષે ૧ જુલાઇએ રાષ્ટ્રીય ડોકટર દિવસ તરીકે માન્યતા અને ઉજવણી કરવામાં આવે છે.

જયારે વિશ્વનાં પ્રથમ ડોકટર તરીકે વિલિયમ હાર્ટનેલ જાણીતાં થયેલાં. મોર્ડન ઈન્ડિયાના પહેલા ડોકટર સુરજો કુમાર ચક્રવર્તી હતા. તેમણે બંગાળ મેડિકલ કોલેજમાંથી ડીગ્રી મેળવી હતી અને તે ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ પણ ગયાં હતાં.

ઙ્ગડો. ચાર્લ્સ બી. એલમન્ડની પત્ની, યુડોરા બ્રાઉન એલમન્ડ દ્વારા, દરેક જગ્યાએ ડોકટરોના જીવન બચાવ કાર્યની પ્રશંસા વ્યકત કરવા માટે, આ ડોકટર્સડેની ઉજવણી સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમ ૧૯૩૩ માં કરવામાં આવી હતી.

ઙ્ગઇન્ડિયન મેડિકલ એસોસિએશન દર વર્ષે થીમ જાહેર કરે છે. ડોકટર્સ ડે ૨૦૧૯ ની થીમ હતી 'ડોકટરો અને કિલનિકલ એકમો સામેની હિંસા પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા'.ઙ્ગ ઙ્ગજેઙ્ગ થીમથી ભારતભરના ડોકટરો સાથે થતી હિંસા વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જયારે ૨૦૨૦ ની થીમ હાલ જ જાહેર થઈ છે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા અને એ છે ટુ લેસન ધ કોવિડ પેશન્ટસ મતલબ કોરોના ના દર્દીઓની સંખ્યા ઘટાડવી.ઙ્ગ

આજનાં ટેકનોલોજીના યુગમાં ઇન્ટરનેટ પણ પુષ્કળ તબીબી માહિતી પ્રદાન કરે છે. ડોકટરની મુલાકાત લેતા પહેલા લગભગ દરેક ભણેલ વર્ગ ઓનલાઇન લક્ષણોની તપાસ કરે છે.ઙ્ગ પરંતુ શું આ માહિતી વિશ્વસનીય છે?

ઙ્ગતમારે તમારા ડોકટર પર વિશ્વાસ શા માટે રાખવો જોઈએ?અને ઇન્ટરનેટ પર નહીં!તેનાં કારણો જોઈએ...

૧. ડોકટર લક્ષણોને વધુ સારી રીતે સમજી શકશે

ઙ્ગજયારે તમે ઇન્ટરનેટ પર સર્ચ કરો છો, ત્યારે તમે દરેક રોગના સામૂહિક લક્ષણો જોશો.ઙ્ગ પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં, થોડા લક્ષણો દરેક વ્યકિતમાં જુદા જુદા હોય છે.ઙ્ગ ફકત તમારા ડોકટર જ તમારા કેસની હિસ્ટરી અને અન્ય બાબતો અનુસાર લક્ષણોને વધુ સારી રીતે સમજી શકશે.

૨. નિષ્ણાતની સલાહથી વધુ સારું શું હોય શકે છે?

ડોકટર્સ તમારી સારવાર માટે વધુ સારી રીતે વર્ષોથી તાલીમ લે છે.ઙ્ગ ડોકટરની કોઈપણ સલાહ એ એક નિષ્ણાતનો અભિપ્રાય છે જેનાં પર તમે ઇન્ટરનેટ કરતા વધારે આધાર રાખી શકો છો. આજનાં સમયમાં, સીધા ડોકટરોની ઓનલાઇન પરામર્શ જેવી સુવિધાઓથી તબીબી સહાય સરળતાથી લેવી શકય બની છે.

૩. ઇન્ટરનેટ તમારી તંદુરસ્તી સંબંધી હિસ્ટ્રી જાણતું નથી

ઙ્ગવધુ સારી તબીબી સહાય માટે, કેસ ઇતિહાસ, પાછલી તબીબી સારવાર, કૌટુંબિક ઇતિહાસ અને એનાં જેવા બીજાં પરિબળો અત્યંત મહત્વપૂર્ણ છે.ઙ્ગ તબીબી ટીપ્સ સૂચવતા પહેલાં ઇન્ટરનેટ આ પરિબળોની તપાસ કરશે નહીં.ઙ્ગ ફકત તમારા ડોકટર દરેક પરિબળોની તપાસ કરશે અને યોગ્ય સારવાર આપશે.

૪. બહુ ઓછી વાતચીત, કોમ્યુનિકેશન

ઙ્ગતમારા ડોકટર બધા લક્ષણો કાળજીપૂર્વક સાંભળે છે અને બધું વિગતવાર સમજાવે છે.ઙ્ગ ઇન્ટરનેટ પર આ વિગતવાર વાતચીત શકય નથી.ઙ્ગ ઇન્ટરનેટ પર, તે એકતરફી વાતચીત છે જયાંથી તમને તમારી બધી શંકાઓનું સમાધાન મળશે નહીં.(૨૧.૫)

સંકલન

ડો. રાજેશ્રી બોસમીયા

ભાવનગર

(ડો. વિથ એ ડીફરન્સ)

(11:25 am IST)