Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ધોરાજીમાં સવારે વધુ ૧ પોઝીટીવ કેસઃ ર૪ કલાકમાં ૬ કેસઃ લોકોમાં ચિંતા

અત્યાર સુધીમાં કુલ ૧૮ કેસ અને એકનો મહામારીએ ભોગ લીધો

ધોરાજી તા. ૧ :.. રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આજે સવારે ખરાવાડ પ્લોટ વિસ્તારમાં કોરોના પોઝીટીવ વધુ ૧ કેસ આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ર૪ કલાકમાં કુલ ૬ કેસ નોંધાયા છે.

ગઇ કાલે ધોરાજી શહેર માં કોરોના પોઝીટીવ ના એક સાથે પાંચ પોઝીટીવ કેસ આવતા તંત્ર વાહકો માં દોડધામ મચી જવા પામી છે.

ધોરાજીમાં એક સાથે મગળવારે જૂદાજૂદા વિસ્તારોમાં પાંચ કેસો પોઝીટીવ આવતાં તંત્ર વાહકો દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલા છેઙ્ગ

ધોરાજી માં (૧)ખરાવડ પ્લોટ માં રહેતા વલ્લભ ભાઈ દિલીપ ભાઈ ઠેસીયા ઉવ ૪૦ (૨) આશીષ પ્રવિણ ભાઈ માલવી ઉવ ૩૦ રહે સુધરાઈ કોલોની (૩) ભીમજી ભાઈ ચના ભાઈ જેઠવા ઉવ ૫૫ રહે વાલ્મીકી વાસ બહારપૂરા વિસ્તાર (૪) વસંતબેન ભરતભાઈ બાબરીયા ઉવ ૪૬ રહે નવા બસસ્ટેન્ડ પાસે (૫) કયારા બેન મધૂભાઈ ગજેરા ઉવ ૨૨ જેતપુર રોડ ગોકૂલ પાન વાળી શેરી ધોરાજી વાળાઓના કોરોના રીપોટ પોઝીટીવ આવતાં તંત્ર વાહકો દ્વારા સારવારમાં હોસ્પિટલ ખસેડાયેલા છેઙ્ગ

ધોરાજી માં એક સાથે પાંચ પાંચ કેસો પોઝીટીવ રીપોટ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે

ઉપરોકત એકી સાથે પાંચ કોરોના પોઝિટિવ કેસ આવતા ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી મામલતદાર કિશોર જોલાપરા પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશી પી.એસ.આઇ શૈલેષ વસાવા પીએસઆઇ નયનાબેન કદાવલા તેમજ આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક દોડી ગઇ હતી આ સાથે ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી ની સૂચનાથી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં ૧૮ કેસ નોંધાઈ ચૂકયા છે જેમાં એક ૬૦ વર્ષના કાપડના વેપારી નું અવસાન થયું છે

ધોરાજી ડેપ્યુટી કલેકટરે થોડા સમય પહેલા ધોરાજી ડિવિઝન કોરોના મુકત જાહેર કર્યું હતું પરંતુ ધોરાજી બ્લોક હેલ્થ ઓફિસ આરોગ્ય વિભાગની દ્યોર નિષ્ક્રિયતાને કારણે ધોરાજીમાં પાંચ દિવસની અંદર નવા ૯ કેસ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ છવાયો હતો

આ બાબતે ધોરાજી બ્લોક હેલ્થ ઓફિસર ધોરાજીમાં કેટલા પોઝિટિવ કેસ છે કે આ કયાં વિસ્તારમાં છે તેમજ કેટલાક પરિવારોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે કયા વિસ્તારમાં સાવચેતી રાખવી જે તમામ બાબતોમાં લોકોને આ પ્રકારની માહિતી આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હોય તેવી પણ જાહેરમાં લોકોએ ચર્ચા કરી હતી રાજય સરકારનું આરોગ્ય વિભાગ તાત્કાલિક ધોરાજી માટે તપાસ કરે અને જવાબદારો સામે એકશન લે તેવી પણ માગણી ઉઠી છે

ધોરાજી આરોગ્ય વિભાગ તાત્કાલિક કરોના નાબુદી અભિયાન ઉપાડે શહેરમાં વધુ સંક્રમણ ન ફેલાય તે બાબતે પણ જાગૃતિ લાવવી જરૂરી છે.

(11:25 am IST)