Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

મોરબીમાં કોરોનાનો કહેર : મોરબીના તબીબ અને યુવાનને કોરોના વળગ્યો : અન્ય બીમારી કે કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી

મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે અને સતત ચાર દિવસમાં કેસોમાં વધારો થયા બાદ ગઈકાલે એકપણ કેસ નોંધાયો ના હતો તો આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો છે પુનીતનગરના યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જયારે અવની ચોકડી પાસે રહેતા ડોક્ટરનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે

  મોરબીના સિવિલ હોસ્પિટલ ખાતેથી ગઈકાલે લેવાયેલ સેમ્પલ પૈકી મોરબીના પુનીતનગરના રહેવાસી ૩૮ વર્ષના યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તો આ દર્દીની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી દર્દી હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે કોરોના પોઝીટીવ દર્દીને અન્ય કોઈ મોટી બીમારી પણ ના હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું

જયારે રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી લેવાયેલ સેમ્પલ પૈકી મોરબીના અવની ચોકડી વિસ્તારના રહેવાસી અને રંગપર બેલા રોડ પર પ્રેક્ટીસ કરતા ૨૫ વર્ષના ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જોકે ડોક્ટરની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ના હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું બંને વિસ્તારમાં સર્વે સહિતની કામગીરી આરોગ્ય તંત્રએ હાથ ધરી છે મોરબી જીલ્લામાં કુલ કેસનો આંક ૨૬ પર પહોંચ્યો છે જેમાં ૧૨ દર્દી ડીસ્ચાર્જ થયા છે એકનું મોત થયું છે જયારે હજુ પણ ૧૩ એક્ટીવ કેસ જોવા મળે છે   

(8:56 pm IST)