Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

અમરેલીના નાગધ્રામાં માતા-પિતાએ પુત્રી પાસે દેહવ્યાપાર કરાવ્યો

છ મહિનાથી રૂપિયા મેળવવા કારસ્તાનઃ પુત્રી સગર્ભા થતા ભાંડો ફૂટ્યો

અમરેલી તા.૧: અમરેલી સમાજમાં પોતાના સંતાનો કાજે માતા પિતા પારકી વેઠ કરી લાલન પાલન કરી જવાબ દારી બજવતા હોવાની આપણી સભ્યતા સંસ્કૃતિને લાંછન લગાડતી એક ઘટના ધારીના નાગધ્રામાં બની છે સગા માતા-પિતાએ પોતાની સગીર વયની પુત્રીને ધાક-ધમકી આપી દેહનો વ્યાપાર કરાવી સગર્ભા બનાવતી ઘટનાથી ફીટકારની વર્ષા થઇ રહી છે. આ બનાવની વિગતો એવા પ્રકારની છેકે,ધારીના નાગધ્રા ગામે રહેતી ૧૭ વર્ષની સગીર કન્યાના સગા માતા,પિતા છગન બધા, સવિતા છગન છેલ્લા છ માસથી રૂપિયા મેળવવા અલગ-અલગ વ્યકિત પાસે ધકેલી દેહનો વ્યાપાર કરાવતા હતા. આ કાર્ય ન કરીશ તો ધાક ધમકી આપતા હોય આ દરમિયાન તે સગર્ભા બની જતા આ બન્ને નારાધમ માતા-પિતા સામે દેહના વ્યાપારની ફરીયાદ પોલીસમાં જાણ થવા પામી હતી. જયારે સગીરાને મહિલા વિકાસ મંડળમાં મોકલી દેવાની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.

(3:57 pm IST)