Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

વંથલી માણાવદર ચૌટાવાંક હાઇવેને ફોર ટ્રેકમાં ફેરવી માનવજીંદગી-પર્યાવરણ-દેશની સંપતિ બચાવવા માંગ

એકતરફ માનવ જીંદગી બચાવવા ૧૦૮ દોડાવાય છે, પરંતુ રસ્તાઓ પહોળા કરવા માટે ધ્યાન અપાતું નથીઃ રસ્તાઓ મોટા થશે તો અકસ્માત આપોઆપ ઘટી જશે* વંથલી, માણાવદર, કુતિયાણાના ગામોના લોકોને લાભ થશે, સમય વધશે * પેટ્રોલ-ડીઝલ-ગેસની બચત થશે

માણાવદર, તા. ૧ : માણાવદરનો મુખ્ય વ્યવસાય કાલા-કપાસ તથા ખેતીનો છે. તેથી દિન-પ્રતિદિન વસ્તી-વિસ્તાર તથા વાહનો વધતા જાય છે. ખેતીમાં પણ હવે અદ્યતન સાધનો જેવા કે હાર્વસ્ટર, ડમ્પરો, હવેી ટ્રકો ખેતી પાક માટે ઉપયોગમાં લેવાય છે, પરંતુ તાલુકાભરમાં હજી પણ રસ્તાઓ સાંકડા છે તેમાં વંથલી-માણાવદર ચૌટાવાંક કે જે પોરબંદર નેશનલ હાઇવે ફોર ટ્રેકને જોડાય છે તે હાઇવેને ફોર ટ્રેકમાં ફેરવી માનવજીંદગી-પર્યાવરણ તથા દેશની ડિઝલ-પેટ્રોલ- સીએનજી ગેસ જેવી કિંમતી સંપતિ બચાવવા માંગ ઉઠવા પામી છે.

હાલ આ સીંગલ રોડ હાઇવે છે તેથી હેવી વાહનો વચ્ચે અનેક વખત ગંભીર અકસ્માતો વંથલી-માણાવદર-ચૌટાવાંક વચ્ચે થયા છે. અનેકની માનવજીંદગી ગઇ છે. પરિવારના માળા વિખાય છે તો કોઇની મા-બાપ-દિકરો એમ અકસ્માતમાં ગુમાવતા ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. એકતરફ માનવ જીંદગી બચાવવા ૧૦૮ને દોડાવાય છે, પરંતુ મૂળભૂત એવા રસ્તાઓ તરફ સરકાર ધ્યાન આપતી નથી. જો ફોર ટ્રેક બનાવાય તો ત્રણ જીલ્લા અનેક તાલુકા જોડાશે. માલ પરિવહન ઝડપી બનશે. દેશની કિંમતી સંપતિ ડીઝલ-પેટ્રોલ-જીએનજી બચશે તેથી હુંડીયામણ બચશે. સાથે સાથે નવા અનેક ઉદ્યોગોને સ્થાપવા માટે પરિવહનની સુવિધાથી ફાયદો થશે. વંથલી-ચૌટાવાંક ફોર ટ્રેક બનાવાય તો જુનાગઢ ફોર ટ્રેક તથા સોમનાથ ફોર ટ્રેક સાથે જોડાતો ત્રણેય જીલ્લાને ઉદ્યોગ, અકસ્માત કે યુદ્ધ જેવી મરજન્સી વખતે અતયંત ઉપયોગી થશે. માનવજીંદગી બચશે. અકસ્માતો ઘટશે તો માલ પરિવહન માટે મોટા હેવી ટ્રકો, લોડરો ઉપયોગ વખતના ભાડામાં ફાયદો વધુ માલ પરિવહન થઇ શકે નવા ફોર ટ્રેક રસ્તાથી સમયનો બચાવ થશે. પેટ્રોલ ડીઝલ ઓછુ વપરાશે તે સાથે પર્યાવરણ-સંપતિનો બચાવ થશે વંથલી-માણાવદર-ચૌટાવાંક ફોર ટ્રેક બનતા ત્રણેય તાલુકાની ગ્રામ્ય જનતાને વાહન વ્યવહાર ઝડપી થશે તેવી આ ફોર ટ્રેક કરવા આમ જનતા માંગ કરી રહી છે.

એકબાજુ વિકાસ-વિકાસની વાતો કરીએ છીએ મૂળભૂત સુવિધા મળતી નથી. સાંકડા રસ્તાના કારણે અકસ્માતોમાં માનવજીંદગી હુણાય છે તેથી ૧૦૮ જેવી સુવિધા હોય તો પણ શું ? આમ પણ પોરબંદર તરફથી જુનાગઢ-સોમનાથ આવવા જવા જો ફોર ટ્રેક બનાવાય તો પર્યાટક ઉદ્યોગને પણ ફાયદો થશે જેથી ઉદ્યોગ-ધંધા તથા આમ જનતાને રોજગારી મળશે. આ અંગે તાકીદે વંથલી-માણાવદર-ચૌટાવાંક ફોર ટ્રેક બનાવો.

(12:15 pm IST)