Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જસદણ પાલીકાનાં ચીફ ઓફીસર સામે પગલા ભરવા નાયબ કલેકટરને રજુઆત

સ્ટ્રીટલાઇટ સફાઇ સહીતના મુદ્દે અયોગ્ય વર્તન કરતા બીજલ ભેંસજાળીયાએ પત્ર પાઠવ્યો

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૧: જસદણના પત્રકાર બીજલભાઇ પી.ભેંસજાળીયાએ જસદણના નાયબ કલેકટરશ્રીને પત્ર પાઠવીને જસદણ પાલીકાના ચીફ ઓફીસર સામે કાયદેસરની કાર્યવાહી કરીને તાત્કાલીક પગલા ભરવા માંગણી કરી છે.

બીજલભાઇ ભેંસજાળીયાએ વધુમાં જણાવ્યું હતું કે વિરોધપક્ષના નેતા બસીરભાઇ પરમાર રજુઆત કરવા ગયા હતા ત્યારે પત્રકારના હીસાબે મોબાઇલથી લોકોનું કવરેજ લેવા તથા ફોટા તથા શુટીંગ ચાલુ કર્યુ હતું. જેમાં વિરોધ પક્ષના નેતા રજુઆત કરતા હતા કે આજથી ચાર દિવસ પાણી આવેલ નથી તથા સ્ટ્રીટ લાઇટ બંધ છે તથા શહેરમાં સફાઇ કર્મચારી કોઇ જગ્યાએ દેખાતા નથી અને સફાઇ થતી નથી અને આમ ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીએ સભ્યોને કહયું કે સફાઇ થાય છે ત્યારે સભ્યોએ કહેલ કે તમારી નગર પાલીકા સામે જ કચરાના ઢગલા પડેલ છે તો ગામમાં કેમ સફાઇ થતી હોય? અને આમ સભ્યોએ કહેતા જસદણ નગર પાલીકાના ચીફ ઓફીસર સભ્યોને જેમ તેમ ધમકાવવા લાગ્યા હતા અને તેની રજુઆત ઉપર ધ્યાન દોરવામાં આવતુ નહી અને ત્યારે અમો ફોટા તથા શુટીંગ કરતા હોય ત્યારે જસદણ  નગર પાલીકાના ચીફ ઓફીસર લાલઘુમ થઇને અમારો મોબાઇલ આંચકીને લઇ લીધો અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા.

ત્યારે રજુઆત કરવા આવેલ લોકો કહેવા લાગેલ કે સાહેબ એ તો પત્રકાર છે તેને અમે ફોટા અને શુટીંગ ઉતારવા બોલાવેલ છે. આમ કહેવાથી અમારો મોબાઇલ પાછો આપી દીધેલ હતો અને રજુઆત કરવા આવેલ ત્રણથી ચાર સભ્ય હતા છતા તેની ઓફીસમાં અંદર જવાની ચોખી ના પાડી દીધેલ અને ઓફીસ બહાર સભ્યો સાથે રકજક કરી હતી. આ મુદ્દે યોગ્ય કરવા માંગણી કરી છે.

(12:00 pm IST)