Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

રાજકોટથી 40 કી.મી. દૂર ટંકારાના ભુતકોટડા ગામના પાદરમાં સંવનન કરતા ત્રણ સાપ કેમેરામા થયા કેદ : રેરેસ્ટ રેર દૃશ્ય.

 રાજકોટથી 40 કી.મી. દૂર ટંકારાના ભુતકોટડા ગામના પાદરમાં સંવનન કરતા ત્રણ સાપ કેમેરામા કેદ થયા છે

ભાગ્યેજ દ્રશ્યમાન થતી ક્રીડા થઈ કેમેરામા કેદ નગરજનો નિહાળી ડર સાથે ચોકી પણ ઉઠયા છે . ૨ નાગ અને એક નાગણી  સંઘર્ષ  કરતા ગામના પાદર સુધી પહોચી ગયેલ હતા  એકી સાથે ત્રણ નાગ દેખાતા ફોરેસ્ટ અધિકારીએ આ ઘટનાને અદ્ભુત ગણાવી છે
ધમણ પ્રકારના આ નાગ ૪-૪ ફુટ ઉચા થતા હતા.  પશુ પક્ષીઓના અવાજોથી વાતાવરણ ગુજી ઉઠયુ હતું
રેન્જ ફોરેસ્ટ અધિકારી શ્રી કુડારીયા સાથે વાત કરતા જણાવ્યું કે આ ધમણ પ્રજાતીના સાપ છે. બિન ઝેરી અને ખેતરો અને જાળીમા રહે છે. આવી ધટના ભાગ્યે જ જોવાન મળતી હોય ,  આ પહેલા પણ ભુતકોટડા મા જોડકુ દ્રશ્યમાન થયુ હતું વિડિઓ કલીપ: જયેશ ભટાસણા, ટંકારા..

(11:36 pm IST)