Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

નર્મદાના પાણીને લઈને કચ્છ ભાજપમાં વિખવાદ વકર્યો

શહેર ભાજપે નીમાબેનના આપેલ નિવેદનમાં ઢોલ પીટવા શબ્દને વખોડ્યો

ભુજ : નર્મદાના પાણીને લઈને કચ્છ ભાજપમાં વિખવાદ વકર્યો છે ગઈકાલે તારાચંદ છેડાના પત્ર મુદ્દે ભુજના ધારાસભ્ય નીમાબેનએ આપેલા આ નિવેદનને ભુજ શહેર ભાજપ પ્રમુખે વખોડયો છે

ભુજ શહેર ભાજપના પ્રમુખ નવીન લાલને મીડિયાને લખેલા પત્રમાં નીમાબેન આપેલા નિવેદન માં "ઢોલ પીટવા" જેવા શબ્દનો ઉપયોગને વખોડયો છે

નર્મદા પ્રશ્ને સત્તાધારી પાર્ટીમાં હવે ખુલ્લી ને વિવાદ સામે આવતા કચ્છભરમાં ચર્ચાનો વિષય બન્યો છે

(7:59 pm IST)