Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

અસહ્ય ઉકળાટઃ વાવાઝોડાની ચેતવણીના પગલે તંત્ર સાબદુ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇ કાલે સૌથી ઉંચુ તાપમાન સુરેન્દ્રનગર ૪૨, રાજકોટ-૪૦.૯, અમરેલી-૪૦.૮ ડિગ્રીઃ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

રાજકોટ,તા.૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને મહતમ તાપમાનમાં વધારો થતો જાય છે. જેના કારણે લોકો આખો દિવસ પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

ગઇ કાલે સૌથી ઉંચુ મહતમ તાપમાન સુરેન્દ્રનગરનું ૪૨ ડિગ્રી નોંધાયું છે.જ્યારે રાજકોટમાં ૪૦.૯ અમરેલી ૪૦.૮ ડિગ્રી રહ્યું હતું.

હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની ચેતવણીના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ તંત્ર સાવાદુ થઇ ગયું છે

અમરેલી

અમરેલીઃ જાફરાબાદના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે તમામ માછીમારોને અપીલ કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં સંભવિત સાયકલોનની પરિસ્થિતિમાં ફિશરીઝ કમિશ્નરશ્રી તેમજ કલેકટરશ્રીની સૂચના મુજબ કોઈપણ બિન્યાંત્રિક બોટ, હલેસા વાળી બોટ કે પગડીયા માછીમારી કરતા માછીમારો ખાડીમાં કે દરિયા કિનારાના વિસ્તારમાં વાવાઝોડાની આગાહી હોવાથી માછીમારી કરવા ન જાય. અને જો કોઈ માછીમારી કરતા જણાય આવશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તમામ બોટ માલિકોએ તેમની બોટ સલામત જગ્યાએ લાંગરવા તેમજ નુકસાન ન થાય તે રીતે રાખવા સૂચના આપવામાં આવે છે.

 હાલ સંભવિત વાવાઝોડાનાં પગલે દરિયામાં મોટાં મોજાઓ ઉછળતા માછીમારોને પોતાની બોટ લઈને દરિયામાં જવું હિતાવહ નથી. તેથી જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે. આ સમયે જાફરાબાદના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે તમામ માછીમારોને અપીલ કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં સંભવિત સાયકલોનની પરિસ્થિતિમાં ફિશરીઝ કમિશ્નરશ્રી તેમજ કલેકટરશ્રીની સૂચના મુજબ કોઈપણ બિન્યાંત્રિક બોટ, હલેસા વાળી બોટ કે પગડીયા માછીમારી કરતા માછીમારો ખાડીમાં કે દરિયા કિનારાના વિસ્તારમાં ઙ્ગહોવાથી માછીમારી કરવા ન જાય.

વાવાઝોડાની અગાહીને ધ્યાને રાખીને આપવામાં આવેલી સૂચનનો કડક અમલ કરવા પણ જણાવવામાં આવ્યું છે. પરંતુ તેમ છતાં જો કોઈ વ્યકિત દરિયામાં માછીમારી કરતા જણાય આવશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તમામ બોટ માલિકોએ તેમની બોટ સલામત જગ્યાએ લાંગરવા તેમજ નુકસાન ન થાય તે રીતે રાખવા સૂચના આપવામાં આવે છે.

સુરેન્દ્રનગર

વઢવાણઃહાલ કોરોનાની મહામારી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતા ફરી એક વખત કોરોના ના વાયરસ ફેલાવવાનું સ્પષ્ટ વર્તાય રહ્યું છે ત્યારે હાલ સમગ્ર ગુજરાત કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે આ એક મુસીબત હજી પૂર્ણ નથી થઇતા વરસાદી વાતાવરણ અને છૂટા છવાયા ઝાપટા ના સ્પષ્ટ એંધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ ૧ જૂનથી ૪ જૂન સુધી વાતાવરણમાં પલ્ટો આવવા ની પૂરી શકયતાઓ દર્શાવાઇ રહી છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ ૧ થી ૪ જૂન દરમિયાન છુટા છવાયા દ્યણા વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં વરસાદ પડવા ના સ્પષ્ટઙ્ગ એંધાણઙ્ગ વર્તાય રહ્યા છે. ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના ઓ હાલ દર્શાવવામાં આવી રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી જિલ્લાના વાતાવરણમાં પણ પલ્ટો થવા પામ્યો છે.

જિલ્લામાં ગરમીનું અને ખાસ કરીને ઉભરાટ લોકોએ એહસાસ કર્યો છે આગામી સમયમાં તારીખ ૧ જૂનથી ૪ જૂન સુધી જિલ્લામાં વરસાદ થવાની પુરેપુરી શકયતાઓ હાલ તરજજ્ઞો દ્વારા કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ૧ થી ૪ જૂન સુધી વરસાદ પડવાની પૂરી શકયતાઓ હાલમાં દર્શાવવામાં આવી રહી છે ત્યારે આ બાબત તે ખેડૂતોને પણ સતત સતર્ક કરવામાં આવ્યા છે.

ભાવનગર

 ભાવનગરઃ  ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ને વિશાલ દરિયા કિનારો મળ્યો છે.આ વિશાલ દરિયા કિનારે આવનાર સંભવિત વાવાઝોડા સમયે દરિયો ન ખેડવા માછીમારો ને સૂચના ઉપરાંત આજે અલગ અલગ બે ટિમો બનાવવામાં આવી હતી. વાસ્તવિકતા શુ છે અને જરૂર પડેતો સંકટ સમયે જાન માલ ની ખુવારી કેમ અટકાવી શકાય તેના આગોતરા આયોજનને લઈ ગામડાઓની મુલાકત ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત લેવામાં આવી હતી.

તળાજા મામલતદાર કનોજીયા એ જણાવ્યું હતુંકે સરકાર માંથી મળેલી ટેલીફોન સૂચના ને લઈ સભવતૅં અગામી તા.૩ ના રોજ દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકો શકે છે.જેને લઈ સાબદા અને આગોતરા આયોજન ને લઈ આજે બે ટિમો બનાવવામાં આવી હતી.એક ટીમ ત્રાપજ સર્કલ ડી.એન. ફટણીયા એ મથાવડા,મીઠીવીરડી, અલંગ ,જસપરા સહિતના ગામડાઓની મુલાકાત લીધેલ.

જયારે મામલતદાર કનોજીયા એ સરતાનપર થી ઝાંઝમર સુધીના ગામડાઓની મુલાકાત લીધી હતી.જેમાં તલાટી કમ મંત્રી, સરપંચ,માછીમાર, ગામ આગેવાનો સાથે બેઠક કરી હતી.સમભીવત વાવઝોડા સમયે બચાવ કામગીરી કરવી પડે, શેલટર હોમ માટે શાળાની વ્યવસ્થા સહિત ની માહિતી એકઠી કરી હતી.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી.જોકે આજે મુલાકાત દરમિયાન દરિયામાં કરંટ કે વધુ પવન જોવા મળ્યો ન હતો.

(11:55 am IST)