Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

જામનગર ભાજપે શપથ સમારોહ નિહાળી મીઠાઇ વ્હેંચી

ભારત દેશની ૧૭મી લોકસભાની ચૂંટણી અન્વયે પ્રચંડ બહુમતી પ્રાપ્ત કરી, દેશના વડાપ્રધાન તરીકે ફરી નરેન્દ્રભાઈ મોદીએ સપથ લીધા. આ પ્રસન્ગે વિશાળ સ્ક્રીન પર દિલ્લીમાં આયોજિત સપથ સમારોહનો લાઈવ કાર્યક્રમ શહેર ભાજપ કાર્યાલય જામનગર ખાતે પક્ષના હોદેદારો, કાર્યકર્તાઓ અને જાહેર જનતાએ નિહાળેલ. આ ઉપરાંત ગુજરાતના ત્રણ સાંસદને મંત્રીપદ આપવામાં આવેલ, તેના અનુસંધાને સૌ કાર્યકર્તાઓ દ્વારા મીઠાઈ વહેંચી, એક બીજાનું મોઢું મીઠું કરાવી, ફટાકડાઓ ફોડી ખુશાલી મનાવવામાં આવેલ.  આ તબ્બકે શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, શહેર મહામંત્રી વિમલ કગથરા, પ્રકાશ બામણીયા, મેયર હસમુખ જેઠવા, ડે મેયર કરસનભાઈ કરમુર, દંડક જડીબેન સરવૈયા, શહેર ઉપાધ્યક્ષ ગોપાલ સોરઠીયા, ખુમાનસિંહ સરવૈયા, નારણભાઇ મકવાણા, પૂર્વ જાડા ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જીતુભાઇ લાલ, કોર્પોરેટર ઙ્ગમેરામણ ભાટુ, અતુલ ભેંડેરી, મનીષ કનખરા, ડિમ્પલ રાવલ, મેદ્યના હરિયા, જયોતિબેન ભારવાડીયા, શિક્ષણ સમિતિના અશોક વસિયર, આકાશ બારડ, કેતન જોશી, કેતન નાખવા, મનહરભાઈ ત્રિવેદી, વિનોદ ગોંડલીયા, આઈ.ટી સેલ ના પારસ દ્યેલાણી, કમલાસિંહ રાજપૂત, ઙ્ગ પ્રકાશભાઈ કનખરા, રચનાબેન નંદાણીયા, પ્રતિભાબેન કનખરા, દયાબેન પરમાર, યુવા મોરચાના વિજયસિંહ જેઠવા, વિજયસિંહ ગોહિલ, યતીન પંડ્યા, નિલેશ ગોહિલ, નિખિલ પરમાર, બ્રિજરાજસિંહ સોઢા, પિયુષ પરમાર સહિત બહોળા પ્રમાણમાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભાજપ મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

(2:17 pm IST)